પાકિસ્તાન, અફઘાનીસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને નાગરિકતા આપવાની સત્તા કલેકટરને સોંપાઈ !!

ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, કચ્છમાં નાગરિકતા માટેની ઓન લાઇન કરવી ૫ડશે અરજી

નવી દિલ્હી : ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા બીન મુસ્લિમોને ભારતમાં નાગરિકત્વ મેળવવા માટે વર્ષોથી ચાલતી લાંબી કાર્યવાહી વધુ સરળ બની રહે તે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પાંચ રાજયના ૧૩ જિલ્લાના કલેકટરને હિન્દુ લઘુમતીઓને ભારતમાં વસવાટ માટે છુટ આપવાની સત્તા સોપવામાં આવી છે. રાજયના રાજકોટ, મોરબી, પાટણ અને વડોદરાના જિલ્લા કલેકટરને આ વિશેષ સત્તાથી બીન મુસ્લિમોને ભારતના નાગરિક બનાવી શકે તેવી કાયદાકીય સતા સોપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગત તા.૨૮ મેના રોજ મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં વસવાટ કરતા હિન્દુ લઘુમતિઓને ભારતના નાગરિક બનાવવા અંગેનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાત, રાજસ્તાન, છત્તીસગઢ, હરિયાણા અને  પંજાબ રાજયના ૧૩ જિલ્લાના કલેકટર દ્વારા બીન મુસ્લિમોને ભારતના નાગરિકત્વ મેળવવા માટે કેન્દ્ર સરકારને વધુ અરજીઓ મળતી હતી. કેન્દ્ર સરકારમાં આ અરજીના નિકાલમાં લાંબો સમય પસાર થતો હોવાથી પાંચેય રાજયના ૧૩ જિલ્લાના કલેકટર દ્વારા બીન મુસ્લિમને ભારતના નાગરિક બનાવવાની વિશેષ સત્તા સોપવામાં આવી છે. ૨૦૧૮ની શરૂઆતમાં આ સત્તા કલેકટરને છત્તીગઢના રાયપુર જિલ્લાના કલેકટરને સોપવામાં આવી હતી. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોર, મહારાષ્ટ્રના નાગપુર, મુંબઇ, પુણે અને થાણે, રાજસ્થાનના જાેધપુર, જેસલમેર અને જયપુર, ઉત્તર પ્રદેશના લખનૌ અને દિલ્લાના પશ્રિ્‌ચમ દિલ્હી અને દક્ષિણ દિલ્હીના સાત રાજયમાં ગૃહ સચિવો સિવાઇ શુક્રવારે જારી કરેલા નાગરિકતા માટેની ઓન લાઇન અરજી કરવી પડશે અરજીની ચકાસણી કલેકટર અને સેક્રેટરી દ્વારા એક સાથે કરવામાં આવશે. જિલ્લા કક્ષા અને રાજય કક્ષાએ આવેલી અરજીના અહેવાલ કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર મુકવામાં આવશે.