(એજન્સી દ્વારા) કરાચીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ત્રાસવાદીઓએ એક મસ્જિદ પાસે રિમોટ કન્ટ્રોલ વડે કરેલા શક્તિશાળી બૉમ્બ વિસ્ફોટમાં ચાર પોલીસના મોત થયાં હતાં અને ૧૧ જણ ઘાયલ થયાં હતાં. ત્રણ દિવસમાં આ બીજો મોટો હુમલો હતો અને પોલીસોને લક્ષ્ય બનાવીને હુમલો કરાયો હતો. મસ્જિદ પાસે જ્યારે લોકો નમાઝ પઢવા માટે ભેગાં થઇ રહ્યાં હતાં, એ વખતે એમની સુરક્ષા માટે પોલીસ વૅન ત્યાં આવી હતી અને આ સમયે જ વિસ્ફોટ કરાયો હતો.

વિસ્ફોટ એટલો જબરજસ્ત હતો કે એને લીધે અનેક વાહનોને નુકસાન થયું હતું અને અનેક મકાનોની બારીના કાચ તૂટી ગયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર બૉમ્બ મોટરસાઇકલમાં ફિટ કરાયો હતો અને કોઇએ એ મોટરસાઇકલને મસ્જિદ નજીક પાર્ક કરી હતી. જેવી પોલીસની વૅન ત્યાં પહોંચી એટલે રિમોટ ક્ટ્રોલ વડે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. હુમલાની જવાબદારી પ્રતિબંધિત તેહરીકે તાલિબાન પાકિસ્તાને સ્વીકારી હતી. પાકિસ્તાનના ગ્વાદરમાં શનિવારે ભારે શસ્ત્રો સાથે ત્રણ ત્રાસવાદી પંચતારક હૉટેલમાં પ્રવેશ્યા હતા અને એમણે આડેધડ કરેલા ગોળીબારમાં આઠ વ્યક્તિનાં મોત થયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here