પાંચ MLA – છઠ્ઠા MP.., કચ્છનું ભલું કરવું જ હોય.. તો, આટલું તો, કરી દેખાડો.!

  • બીજું કઈ નહીં પણ કાચો પાપડ તો ભાંગો..!

  • કચ્છની કમનશીબી તો જુઓ : કોંગ્રેસ તો કોમામાં જ છે :લશ્કર કયાં લડે છે-દુનીયાદારીની કંઈ ખબર જ નથી…!

કોરોના જેવી મહામારી ઉપરાંત પ્રજાસેવાનો બીજો કયો હોય મોકો? સરકારી તંત્ર-પદાધિકારીઓ-સરકાર જયાં ઉણી ઉતરે ત્યાં જોરદાર વિરોધ-વંટોળ અને સજજડ રજુઆત કરી દેખાડવાનો કોંગ્રેસ પાસે છે મજબુત સમય : રેમડેસીવર ઈન્જેકશનોનો અભાવ, કાળા બજારી, ભુજ સિવિલના ખાડે ગયેલા તંત્ર સહિતના અનેકાઅનેકવિધ વિષયે સત્તાપક્ષનો કાન આમળવાની તક કોંગ્રેસ ખુલ્લેઆમ ગુમાવી રહી હોવાનો છે વર્તારો

ગાંધીધામ : કચ્છની કેવી કમનશીબી છે, સત્તાપક્ષ જાણે કે સત્તાના મદમાં ચુર હોય તેમ મીટીંગોમાં જ કોરોનાને ભગાડવા કાગના વાઘ બની રહ્યા હેાવાની સ્થીતી સર્જાય છે તો બીજીતરફ વિપક્ષ એવો કોંગ્રેસ તો કોમોમાં જ હોય તેવી અવદશા થઈ રહી છે. કોંગ્રેસ તો જાણે કે કચ્છમાં હવે હોય જ નહી તેમ કયાંય ડોકાતી જ નથી. દુનીયાદારીની જ કોઈ ખબર શુદ્ધા ન હોય તેવી સ્થીતી કોંગ્રેસની થઈ છે. આવામાં કચ્છની કોરોના ગ્રસ્ત પ્રજા પાયમાલ-પરેશાન થવા પામી ગઈ છે. જાયે તો જાયે કહાનો તાલ પ્રજાજનો માટે થયો હોવાનો આક્રંદ વર્તાતો જોવાઈ રહ્યો છે.

ધારાસભ્યશ્રીઓનું, રાજય સરકાર તબક્કે કદાચ ઉપજતું ન હોય તો યુવા સાંસદ અને ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ કેમ પડી રહ્યા છે નબળા..? તેઓ સરકાર કક્ષાએ તથા દિલ્હી સ્તરે પણ એક લાયઝનીંગ આઈએએસ અધિકારી કચ્છમાં મૂકવવા શા માટે નથી કરતા ધારદાર રજુઆત? : સક્રીય-દોડતા-સતત જાગૃત યુવા રાજકીય નેતા પ્રત્યે કચ્છની પ્રજાના આશભર્યા મીટ

ગાંધીધામ : ગાંધીધામ : કોરોનાની મહામારીએ કચ્છમાં પણ હવે હાહાકાર મચાવતી સ્થીતી સર્જી દીધી છે. લોકજાગૃતી જે રીતે આણવી જોઈએ તેનો અભાવ તથા રાજકીય રીતે અગમચેતી રૂપ નિર્ણયોના ગતાગમ કે પછી આવડતના અભાવની સ્થિતીએ હવે દીવસે દીવસે આ બીમારી વકરી રહી છે અને કચ્છમાં ખાબેલે ખોબલે મતો આપી અને ભાજપને વિજયી બનાવનારા મતદારો હવે કચ્છના પાંચ-પાંચ ધારાસભ્યો અને એક યુવા સાંસદશ્રીને પણ રીતસરનો સવાલ પુછતા ટકોર કરી રહ્યા છે કે, કચ્છનુ ભલુ તમે કોરોનામા કરવા ઈચ્છતા હોય તો પહેલા આટલુ તો કરી દેખાડો..!આ બાબતે જિલ્લાના આખાબોલા વર્ગના તીખા ટોણાઓની વાત કરીએ તો જિલ્લાના ધારાસભ્યો તથા યુવા સાંસદ પ્રત્યે રીતસરનો આંતરીક ઘુઘવાટ જ સામે આવવા પામી રહ્યો હોવાની સ્થીતી સર્જાતી જોવાઈ રહી છે. જાણકારો દ્વારા કહેવાય છે કે, કચ્છનુ ભલુ કરવુ જ છે, કચ્છ માટે કોરોનાની મહામારીને લઈને તમને સાચી ચિંતાઓ સેવવી જ હોય તો હવે મીટીંગો બહુ થઈ, તસવીરો-ફોટાંઓ બહુ પડાયા, પ્રેસનોટો પણ ઘણી રજુ કરી દેવાઈ, કોરોનાના કાળમાં ઠોસ અને મજબુત આયોજનબદ્ધ કદમ લઈ દેખાડો. કચ્છની સ્થાનિક રાજકીય નેતાગીરી આ જિલ્લાને માટે કેટલી ચિંતિત છે તેનો ચિત્તાર તો એ જ વાત પરથી આવી જાય છે કે, આખાય રાજયમાં લાયઝનીંગ માટે સરકાર દ્વારા રર આઈએએસ અધિકારીઓને જવાબદારી સોપી દીધી છે પરંતુ કચ્છ તેમાંથી બાકાત રહી ગયુ છે. આજે કચ્છમા કોરોનાને લગતી જે અધુરી સેવાઓ છે તે સરકાર સુધી ઝડપથી પહોચાડવી હોય તો આવા લાયઝનીગ અધિકારી ખુબજ ઝડપી સેતુરૂપ કડી સમાન ભૂમિકા ભજવી શકે તેમ હોય છે. કચ્છમાં આવા કોઈ જ અધિકારીની નિમણુક થવા પામી નથી. છતા પણ કચ્છના પાંચ-પાંચ ભાજપના ધારાસભ્યો તથા એક સાંસદને પ્રજાજનો અને મતદારોએ ખોબલે ખાબેલે મતો આપીને વિજયી બનાવ્યા છે પરંતુ કોરોના જેવી કપરી સ્થિતી અને સંજોગામાં સરકાર અને કચ્છની વચ્ચે સંકલન સાંધી શકાય તેવા ઉદેશ્યને બળ લાવવા માટે એક આઈએસ અધિકારી પણ આ તમામ એક થઈને નિમણુક નથી કરાવી શકતા? અત્યારે વિચાર તો કરો કે, સરકારની સાથે સકંલન સાધવાને માટે અત્યારે કોણ?
રાજય સરકારે ગુજરાતભરમાં રર આઈએએસ અધિકારીઓને કોરોનાના મોનીટરીંગની સોપી છે જવાબદારી, કચ્છ કેમ બાકાત? કચ્છના ધારાસભ્ય-સાંસદ આ જિલ્લાને સરકારની સાથે સેતુરૂપ-સકંલન સાધી શકે તેવા એક આઈએએસ અધિકારીની નિમણુંક પણ નથી કરાવી શકતા..? ખોબલે ખાબેલ મત આપનારા કચ્છના વિશાળ મતદાતાઓને આ સવાલ હાલના સમયે સતાવી રહ્યો છે.એથીય વિશેષ એમ કહેવાય છે કે, માની લ્યો કે, કદાચ ધારાસભ્યશ્રીઓને રજુઆત કરતા ન આવડતું હોય કે, રાજય સરકાર તબક્કે તેઓનું કદાચ ઉપજતું ન હોય તો યુવા સાંસદ અને ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ કેમ પડી રહ્યા છે નબળા..? તેઓ સરકાર કક્ષાએ તથા દિલ્હી સ્તરે પણ એક લાયઝનીંગ આઈએએસ અધિકારી કચ્છમાં મૂકવવા શા માટે નથી કરતા ધારદાર રજુઆત? સક્રીય-દોડતા-સતત જાગૃત યુવા રાજકીય નેતા પ્રત્યે કચ્છની પ્રજાના આશભર્યા મીટ મંડાવવા પામી રહ્યા છે.જાણકારો તો એવી પણ ટકોર કરી રહ્યા છે કે, કોરોનાના લીધે જેઓ સ્વજનો ગુમાવી રહ્યા છે તેઓના વિસ્તારમાંથી ભુલેચુકે તમે પસાર થયાને તો જે ચિત્ર ઉપસે તે કદાચ જોવુ પણ બની રહેશે કપરૂ તે મુજબનો લોકોમાં ભભુકી રહ્યો છે પ્રચંડ જનાક્રોશ. ખોબલે ખોબલે મતો આપનાર મતદારો હવે તમને ભુલી જાય તો પણ નવી નવાઈ નહી કહેવાય. કચ્છમાં એક આઈએએસ ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટીની નિમુણક થઈ જાય તો કોરોનાને લગતી સમસ્યાઓ, સ્થાનીકના પ્રશ્નો, અગવડો સહિતના મામલે સરકાર તબક્કે ત્વિરત ધોરણે વાત પહોચી શકે અને જે-તે વિભાગમાં પણ તેની ચુસ્ત અને ત્વરિત અમલવારી થવા પામી શકે તેમ છે. માટે મીટીંગો યોજી, બેઠકો કરી, ખુબ મંથન કર્યાના દાવાઓ ત્યજો અને ઠોસ પગલાઓ લેવાનુ શરૂં કરી દેખાડે તે જ સમયનો તકાજો બની જવા પામી ગયો છે.

હવે મીટીંગો બહુ થઈ, તસવીરો-ફોટાંઓ બહુ પડાયા, પ્રેસનોટો પણ ઘણી રજુ કરી દેવાઈ, કોરોનાના કાળમાં ઠોસ કદમો લ્યો

રાજય સરકારે ગુજરાતભરમાં રર આઈએએસ અધિકારીઓને કોરોનાના મોનીટરીંગની સોપી છે જવાબદારી, કચ્છ કેમ બાકાત? કચ્છના ધારાસભ્ય-સાંસદ આ જિલ્લાને સરકારની સાથે સેતુરૂપ-સકંલન સાધી શકે તેવા એક આઈએએસ અધિકારીની નિમણુંક પણ નથી કરાવી શકતા..? ખોબલે ખાબેલ મત આપનારા કચ્છના વિશાળ મતદાતાઓને સતાવતો યક્ષ સવાલ : કોરોનાના લીધે જેઓ સ્વજનો ગુમાવી રહ્યા છે તેઓના વિસ્તારમાંથી ભુલેચુકે તમે પસાર થયાને તો જે ચિત્ર ઉપસે તે કદાચ જોવુ પણ બની રહેશે કપરૂ : લોકોમાં ભભુકી રહ્યો છે પ્રચંડ જનાક્રોશ.. : મતો આપનાર મતદારો હવે તમને ભુલી જાય તો પણ નવી નવાઈ નહી કહેવાય..

જિલ્લાકક્ષાની મીટીંગમાં પણ કેશુબાપાએ લીધો બરાબરનો ઉધડો : બાકી બધા કેમ રહ્યા ચૂપ?

ધન્ય છે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈની સંવેદનશીલતાને : વાગડ સુધી કોરોનાના દર્દીઓની સેવી સચોટ ચિંતા : કલેકટરશ્રી વાગડ માટે કરી રહ્યા હતા મંથન, કેશુભાઈએ ત્વિરત અડીખમ લોકસેવક વાડીલાલભાઈને રજુઆત કરી, તેઓએ વાગડ વેલ્ફેર સેન્ટર કોવિદ કેર માટે કર્યો સમર્પિત અને વાગડના દર્દીઓને ઘર આંગણે જ કોવિદની ઝડપી સેવા બની સુલભ

ગાંધીધામ : ભુજ ખાતે તાજેતરમાં જ અધિકારીઓ અને પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળવા પામી હતી જેમાં હકીકતે પ્રજાકીય પ્રતીનિધીઓએ પોતાના વિસ્તારમાં કોરોનાને લગતી સ્થિતી અને ખુટતી કડીઓ પુરી કરવાની રજુઆતો અને સુચનો માત્ર જ ન કરવા જોઈએ બલ્કે તે વિસ્તારના પ્રતિનિધિ તરીકે તેઓ સરકારને શુ મદદરૂપ થઈ શકશે તે પણ બાબતો સાથે એકસન પ્લાન ઘડીને આગળ આવવુ જોઈઅ. અધિકારીઓને કડક સુચનાઓ આપવી જોઈએ પરંતુ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ તે બેઠકમાં અધિકારીઓનો બરાબરનો ઉધડો લીધો હોવાની વાત સામે આવી રહી છે. કચ્છની પ્રજા અને કચ્છના લોકોની અધિકારીઓની ઢીલાશથી પાયમાલી જરા સહેજ નહી ચલાવી લેવાય, આરટીપીસીઆર ટેસ્ટ કેમ વિલંબીત થાય છે, અધીકારીઓએ કોને જાણ કરી, નવા મશીનો નથી મળતા? કલેકટરશ્રી સકારાત્મક જ છે, કેમ આરોગ્યતંત્ર અધુરોશોનુ ધ્યાન નથી દોરતા? આવા તો કઈક બાબતે કેશુભાઈએ તંત્રને બરાબરના આડેહાથ લઈ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. જયારે અન્ય ઉપસ્થીત પ્રજાકીય પ્રતિનિધીઓમાં ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય પણ ભુજ ઉપરાંત ગાંધીધામ વિસ્તાર માટે પણ ચિંતા સેવતા જોવાયા હતા. પરંતુ અન્ય ગાંધીધામના બની બેઠેલા રાજકારણી સહિતનાઓ તો આ બેઠકમાં હાજર રહેવાની તસ્દી પણ ન લઈ શકયા..! બાકીનાઓ કેમ ચુપ રહ્યા અને માત્ર ફોટાઓ પડાવવા, ભુંગડાવાળાઓની સામે ગોઠવાઈ જઈ..વાહ..વાહી..કરવામાં જ રટ્ટ રહ્યા…? આવા સવાલો પણ આ તબક્કે થવા પામી રહ્ય છે.