પોસ્ટ કૌભાંડ : અ’વાદ વિજિલન્સની ટુકડીઓનો કાલે ફરી કચ્છમાં પડાવ..

પોસ્ટ કૌભાંડ : અ’વાદ વિજિલન્સની ટુકડીઓનો કાલે ફરી કચ્છમાં પડાવ..

આસીટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ અમદાવાદના નેતૃત્વ હેઠળ ફરી કાલથી પોસ્ટ પ્રકરણની તપાસ બનશે તેજ

પોસ્ટ સહિતનાઓની સામે કાર્યવાહી થવી આવકારદાયક પણ સચિન કયાં છે ? સચિનની સામે શું કાર્યવાહી ?

ડેટાએન્ટ્રીના પ્રકરણમા સબ પોસ્ટ માસ્તરોને પાણીચા અપાય પણ એસપીએમ યુજર્સ પાસવર્ડથી આચરાયેલા આખાય કૌભાંડમાં એ તરફ હજુ સુધી કેમ કોઈ મોટી તવાઈ નહી? માત્ર બદલી કરીને માની લેવાયો સંતોષ?

ગાંધીધામ : કચ્છના ટપાલતંત્રમાં સ્થાનીક એજન્ટ દ્વારા કરોડોના નાણાના કૌભાંડને અંજામ અપાઈ ગયો છે અને હવે તેની તોબડતોડ તપાસ પણ ચાલુ થવા પામી ગઈ છે. પોસ્ટ વિભાગના સ્થાનિકના ત્રણ સબ પોસ્ટમાસ્ટરને સસ્પેન્ડ કરી દેવાયા છે તો વળી સત્તાવાર ફરીયાદ પણ આ ઉચાપત કેસમા ૩૪ લાખની થવા પામી ચુકી છે. સમગ્ર પ્રકરણમા પીએમજી ખુદ રૂબરૂ આવ્યા બાદ સીબીઆઈમા આ કેસની તપાસ કરવાની વાત કરવામા અવ્યા બાદ કાર્યવાહી થવા પામી હતી. દરમ્યાન જ પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર પોસ્ટના આ પ્રકરણમા હજુય અનેક સવાલો અકબંધ રહ્યા છે. ૧૪ર ખાતાઓ પણ હજુ વેરીફા કરવાના બાકી રહ્યા છે અને ઘેર ઘેર જઈ અને તેના તાગામેળ કરવામા આવી રહ્યા છે તે વચ્ચે જ હવે ફરીથી આવતીકાલથી આ જ ટપાલ કાંડમાં અમદાવાદ વિજિલન્સની છ ટુકડીઓનો આવતીકાલથી ફરી કચ્છમા પડાવ પડવા પામી રહ્યો હોવાનુ સામે આવ્યુ છે.
આસીટન્ટ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટની ટીમો આવતીકાલથી કચ્છ આવશે અને આ કેસમા ફરી વધુ નવા કડકા ભડાકા કરશે તેમ મનાય છે. જો કે, બીજીતરફ અહી સવાલ તો એ થવા પામી રહ્યો છે કે, સચિન હજુ કયા ફરે છે? તે તપાસ કરવાની જરૂરી છે. સચિનની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામા આવી ?