પોસ્ટ કૌભાંડમાં ટુંકમાં વિગતવાર કડાકાભડાકાના ભણકારા

પોસ્ટ કૌભાંડમાં ટુંકમાં વિગતવાર કડાકાભડાકાના ભણકારા

અંગે એકાદ - બે દિવસમાં થઈ શકે છે નવા ધડાકા : કચ્છ જિલ્લાના પોસ્ટ સુપ્રીન્ટેન્ડન્ટની કચેરીએ સૌરાષ્ટ્ર - કચ્છ ઝોનના અધિકારીઓના ધામા : વિજીલન્સની તપાસ બાદ વધુ વિગતોનો ઘટસ્ફોટ થવાની વકી

ભુજ : પોસ્ટ વિભાગના ચકચારી કૌભાંડ મામલે આજે વીજીલન્સની ટીમના અધિકારીઓ દ્વારા ભુજના સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટની કચેરીમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. સમગ્ર કૌભાંડની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસ જારી છે તેની સાથે પોસ્ટ ખાતાની પણ તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજની સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટની કચેરી ખાતે આસિ. અધિક્ષક કક્ષાના અધિકારીઓની ટીમો આ મામલે વધુ તપાસ અર્થે કચ્છમાં આવી છે. ડાક વિભાગના આ ચકચારી મામલામાં ફરિયાદ નોંધાયા બાદ એજન્ટ દંપત્તિ પ્રજ્ઞા ઠક્કર અને સચિન ઠક્કરનો કોઈ પત્તો નથી. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, તેની સાથે ખાતા દ્વારા પણ આંતરીક તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરમ્યાન અમદાવાદ વીજીલન્સની ટીમ તેમજ સૌરાષ્ટ્ર - કચ્છના રિજીનલ અધિકારીઓની ટીમો ભુજ આવી હતી. જો કે, આ ટીમોએ તપાસમાં જોડાયેલ હોવાથી મીડિયાથી દૂરી બનાવીને રાખી હતી. તપાસના અંતે એકાદ - બે દિવસમાં નવી વિગતોનો ઘટસ્ફોટ થાયે તેવી વકી સામે આવી છે.