પશ્ચિમ કચ્છના ૩ સહિત રાજ્યના પપ પીઆઈની બદલી

0
86

પશ્ચિમ કચ્છમાંથી ૩ જિલ્લા બહાર મુકાયા, અન્ય જિલ્લા એક પીઆઈ પૂર્વ કચ્છમાં આવ્યા

ભુજ : સરકાર દ્વારા આજે રાજયના ૫૫ જેટલા પીઆઇની સામુહિક બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં પશ્ચિમ કચ્છના ૩ સહિત રાજયના પપ પીઆઇની અલગ અલગ જિલ્લાઓમાં બદલીઓ કરતો હુકમ કરવામાં આવ્યો છે. પશ્ચિમ કચ્છમાંથી ૩ પીઆઈઓની બદલી થઈ છે. જેમાં આર.બી. ગોજિયા અમદાવાદ ગ્રામ્યમાં, બી.એમ. ચૌધરી સીઆઈડી ક્રાઈમમાં, એમ.આર. બારોટ બનાસકાંઠામાં બદલી થઈ છે. તો બીજીતરફ સુરત શહેરમાંથી ઝેડ.એન. ધાસુરાને પૂર્વ કચ્છ ગાંધીધામ બદલી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પીઆઇની બદલીનો ઘાણવો નીકળ્યો છે. ત્યારે આવનારા સમયમાં હજુ વધુ પીઆઇની બદલીઓ તોળાઇ રહી છે. સાથે સાથે આઇપીએસ અધિકારીઓની પણ બદલીઓનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુકયું છે. તાજેતરમાં જ સરકારે એવો હુકમ કર્યો હતો કે એક જ જગ્યા પર ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીની તાત્કાલીક બદલીઓ કરવામાં આવે, આ હુકમના અનુસંધાને પીઆઇની બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.