પવન કલ્યાણના સમર્થકોએ પોસાની ક્રૃષ્ણા મુરલી પર હુમલો કર્યોઃ ૧૦ની ધપરકડ

0
650

(એ.આર.એલ.)ચેન્નાઇ,સાઉથના સુપર સ્ટાર જે અભિનેતા માંથી રાજનેતા બનેલા પવન કલ્યાણના ફેન્સે મંગળવારના રોજ અભિનેતા અને ફિલ્મકાર પોસાની કૃષ્ણા મુરલી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના હૈદરાબાદ પ્રેસ ક્લબની બહાર થઈ હતી. તમને જણાવી દઈએ કે પોસાની પવન કલ્યાણ પર તે સમયે નિશાન સાધ્યું જ્યારે અભિનેતાએ એક નિવેદનમાં આંધ્ર પ્રદેશના મંત્રીઓ પર નિશાન સાધતા ખરાબ ભાષાનો વપરાષ કર્યો હતો. આ સાથે જ પોસાનીએ પંજાબની તે અભિનેત્રીનો પણ ઉલ્લેખ કર્યો હતો કે , જેણે ઈંડસ્ટ્રીના એક દિગ્ગજ પર તેને ગર્ભવતિ કરીને દગો આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.પોસાની જન સેના પાર્ટીના અધ્યક્ષ પન કલ્યાણને ઘેર્યા પછી અભિનેતાના ચાહકો હૈદરાબાદ પ્રેસ ક્લબ પહોંચી ગયા હતાં, જ્યાં પોસાની પોતાની પ્રેસ કોન્ફોરન્સ કરી રહ્યા હતા. ચાહકોએ પોસાની વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા. ત્યાર પછી ત્યાં હાલત અત્યંત બેકાબૂ થઈ ગયા હતા. પવન કલ્યાણના ચાહકો અને જન સેના પાર્ટીના કાર્યકર્તાઓએ તે હોલમાં અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં પોસાની હાજર હતા, પરંતુ પોલીસે તેમને અંદર જવા નહોંતા દીધા અને અંદાજીત ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.