પડોશી રાજ્યમાં લોકડાઉનના પગલે રૂપાણી સરકારે એસટી સેવા બંધ કરી

(જી.એન.એસ)અમદાવાદ,રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી કોરોના કેસ ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ વધતાં ઘણા રાજ્યોએ લોકડાઉન લગાવ્યા છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ લોકડાઉન છે. જના કારણે આ રાજ્યોમાં જતી એસ.ટી.બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતની પડોશી રાજ્યમાં લોકડાઉનના પગલે એસટી સેવાને અસર પહોંચી છે. પેસેન્જર ન મળતા અને ત્રણ રાજ્યોમાં લોકડાઉન હોવાથી રુટ બંધ કરવામાં આવ્યા છે. લોકડાઉનના પગલે ત્રણ રાજ્યોમાંથી તેમની સરકારી બસો પણ ગુજરાત નથી આવતી.