પડાણા પટ્ટામાં ગૌચરના ૧ર૦૦ એકરના કોમર્શિયલ દબાણો હટાવવા પર લાખોની લેતીદેતીથી લાગ્યો બ્રેક

  • ઝભ્ભાલેંગાધારી રામજીએ પાડયો ખેલ

લેન્ડગ્રેબીંગ એકટ તળે કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીની અપાઈ ગઈ હતી સુચના, પીજીવીસીએલને જોડાણો કાપી નાખવા અપાયા હતા આદેશો, આજે ધડાધડ ફટકારવાની હતી નોટીસો, તે દરમ્યાન જ ગઈકાલે રામજી-ધનજીની જોડીએ બોલાવેલી બેઠકમાં એવી તો કઈ સોગઠી મારી, વહીવટ-વ્યહવાર કરી-કરાવી દીધો કે, સેકડો એકર જમીન પરથી દુબાણ દુર થતા થતા રહી ગયા..અને થંભજાવના અપાઈ ગયા આદેશ.

જિલ્લા કલેકટર તપાસ કરાવે કે, આ સમગ્ર કૌભાંડ કોણે આચર્યું : જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ પણ પક્ષના નામે દબાણો જેવા બિનઅધિકૃત કામોમાં લાખોના વ્યવહાર કોણે કર્યા ? તેની કરાવે જીણવટ ભરી તપાસ

ગ્રામ પંચાયતની ચુંટણીનું કારણ ધરી અને વહીવટી અધિકારીને દબાણો દુર કરવાની સુચના આપનાર રામજીને કોક તો સમજાવો, કે ચુંટણીને હજુ ત્રણથી ચાર માસ છે, ગ્રામ પંચાયતોની ચુંટણી-આંચરસંહિતા અને લેન્ડ ગ્રેબીંગ તળેની કાર્યવાહીને કોઈ જ લેવા દેવા હોતા નથી…!

રામજી આણી ટોળકીના છાના ખેલની સામે ગોભકતોમાં આંતરીક રીતે ભભૂકયો જનાક્રોશ : ગૌભકતો-ગૌચર બચાવ સમિતી દબાણો દુર કરવાની દીશામાં હાઈકોર્ટના દ્વાર ખટખટાવાવની તૈયારીમાં

ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર દ્વારા ભુમાફીયાઓને સીધાદૌર કરવા લેન્ડ ગ્રેબીંગ એકટ જેવા કડક કાયદાઓ અમલી બનાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજીતરફ આ જ સરકારના અમલદાર બાબુઓ અને અમુક ભ્રષ્ટ પદાધિકારીઓ-ઝભ્ભાલેંગાધારીઓ આવા ઉમદા ઉદેશ્યનો સબોટેજ જ ભાંગી રહ્યા હોય તેવો એક કિસ્સો હાલમાં ગાંધીધામ તાલુકાને લઈને પણ ફરીથી ચર્ચાના એરણે ચડી જવા પામી ગયો હોવાનો ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે.આ મામલે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી વિગતો અનુસાર ગાંધીધામ તાલુકાના પડાણા પટ્ટામાં અંદાજિત ૧ર૦૦ એકર જેટલી ગૌચર જમીન પર કોમર્શીયલ દબાણો ખડકાઈ જવા પામી ગયા હતા. અહી ખેતી તો નહીવત સમાન જ હોવાનુ મનાય છે ત્યારે મોટાભાગે મીઠાના વપરાશની જમીનો, મોટા મોટા રેસ્ટોરેન્ટ અને હેાટલો જ અહી ખડકાઈ જવા પામી ગઈ હતી. ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીંગ એકટ અમલી બનાવવામાં આવતા આ વિસ્તારમાં પણ કોર્મીશીયલ દબાણો દુર કરવાને માટેની કવાયત તેજ બની જવા પામી ગઈ હતી અને આજથી તો અહી દબાણકારોને નોટીસો ફટકારવાનો ધમધમાટ ચાલુ થવાનો હતો તે વચ્ચે જ હવે જાણકારોમાથી મળતી માહીતી અનુસાર આ આખીય કામગીરી પર એકાએક જ થંભજાવનો આદેશ આપી દેવામા આવ્યો છે.આ મામલે સહેજ વિગતે વાત કરીએ તો પડાણા પટ્ટામાં અંદાજિત ૧ર૦૦ એકર જેટલી ગૌચર જમીનો પર કોમર્શિયલ દબાણો ખડકાઈ ગયા હોવાનુ મનાય છે. જેને દુર કરવાની તમામ પ્રક્રીયા ગ્રામ પંચાયત કક્ષાએથી થવા પામી હતી. પ્રાંત અધિકારીએ પણ આ દબાણો દુર કરી અને જોગવાઈ અનુસાર લેન્ડ ગ્રેબીંગ એકટ તળે કાર્યવાહી કરવાની સુચના આપી દેવાઈ હતી અને તે અંતર્ગત જ પ્રાંતને પણ સુચનાઓ આપી દેવામા આવી હતી.પીજીવીસીએલને પણ જે જોડાતો અપાયા છેતે કાપી નાખવાની સુચના આપી દેવામા આવી હતી છે. પરંતુ તે દરમ્યાન જ ગઈકાલે રામજી-ધનજીની જોડીએ જાણે કે બંધબારણે દબાણકારો સહિતનાઓની સાથે બેઠક યોજી, લેતીદેતીના મોટા વ્યહવારો કરી અને આ દબાણો પર હાલતુરંત બ્રેક મારી દીધો હોવાનુ કહેવાય છે. મોટી રકમથી આ દબાણો દુર ન કરવા માટે સમાધાન કરાયુ હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, આ બેઠક બાદ જ રામજીએ અધિકારીને સુચના આપી અને હાલમાં દબાણ દુર કરવા પ્રેસર ન કરવાનુ જણાવી દીધુ હતુ. અહી કારણ રજુ કરાયુ છે કે ત્રણેક માસમાં ગ્રામ પંચાયતની ચુટણીઓ આવી રહી છે. એટલે આટલા મોટા વિશાળ ગૌચરના દબાણોને દુર કરવાના વહીવટીતંત્રના મસમોટા વ્યાયામ અને કસરત પર હાલતુરંત તો બ્રેક જ લાગી ગયો હોવાનુ ચર્ચાય છે.