પંજાબના બઠિંડા ખાતે કાર શોરૂમમાં આગ, ૧૦૦થી વધુ ગાડીઓ બળીને રાખ

(જી.એન.એસ)બઠિંડા,પંજાબના બઠિંડા ખાતે આવેલા મહિન્દ્રા કંપનીના એક કાર શોરૂમમાં ભારે મોટી આગ હોનારત નોંધાઈ છે. આ દુર્ઘટનામાં ૧૦૦થી પણ વધારે ગાડીઓ સળગીને રાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. આગ હોનારત અંગે જાણ થતા જ ફાયર વિભાગની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.આગનું સ્વરૂપ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર વિભાગની અન્ય ગાડીઓને પણ ઘટના સ્થળે પહોંચવા જાણ કરવામાં આવી હતી. શોરૂમના માલિકના કહેવા પ્રમાણે કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા છે.
શોરૂમમાં રહેલી નવી ગાડીઓની સાથે જ જે ગાડીઓ રિપેરિંગ માટે આવી હતી તે પણ સળગી ગઈ છે. શોરૂમના મેનેજરે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન દર્શાવ્યું હતું. આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું તેનો ચોક્કસ આંકડો થોડા સમય બાદ સામે આવશે.