ને’ હવે નીખીલ દોંગા જેવો ખુંખાર ગુન્હેગાર પશ્ચીમ કચ્છ પોલીસને આપી ગયો ચકમો..!

કચ્છ પોલીસની કેદીપાર્ટીને મજબુત બનાવવા આત્મખોજનો અવસર…!

સરહદી કચ્છ માટે આવા ઘટનાક્રમો જોખમની આલબેલ સમાન

ફરજ પર રહેલા બેદરકાર કર્મચારીઓ માત્રને દંડી દેવાથી આ રીતના આરોપીઓ ફરતા થતા અટકી જશે ખરા? : પાછલા ટુંકાગાળામાં પોલીસ કેદી પાર્ટીના હાથમાંથી આરોપીઓ નાશી છુટવાના બની ચુકયા છે ચારથી વધુ બનાવો

નીખીલને વેળાસર પકડી જેલના સળીયા ગણતો કરતાં પ્રજાનો વિશ્વાસ પોલીસ પ્રત્યે થયો છે મજબૂત છતાં પણ આરોપી ભાગવાના સિલસિલાવાર ઘટનાક્રમ કહેવાય ચિંતાપ્રેરક

ગાંધીધામ : કચ્છની પોલીસનુ મોરલ તળીયે જતુ રહ્યુ છે કે પછી ખાખીનો જોર ઘટી ગયો, યા તો કાયદાના રક્ષકોના કાંડા કાપીને તેઓને હાથમાં તલવાર આપવામં આવતી હોવાની રીતીનીતી થકી ખાખી દિવસા દીવસ નબળી પડી રહી છે? આ બાબતે પશ્ચીમ અને પૂર્વ એમ બે વિભાગમાં વહેચાયેલી કચ્છ પોલીસે હવે આત્મખોજ કરવી જ ઘટે. આવુ એટલા માટે કહી શકાય કે, કચ્છ પોલીસના જાપ્તામાથી આરોપીઓ નાશી છુટવાની ઘટનાઓની વણજાર વણથંભી સતત ચાલી જ રહી છે. ભુજમાં પોસ્ટકાંડના આઠ કરોડનો કૌભાંડી મુખ્ય સુત્રધાર લોકઅપમાથી પોલીસની સામે સરકી ગયો ખબર ન પડી, તે બાદ જેઆઈસીમાંથી બાંગ્લાદેશી સામખીયાળી સુધી નીકળી ગયો, હજુ તો આ અહેવાલો સમ્યા ન હતા કે, ભુજની મેન્ટલ હોસ્પિટલમાં લવાયેલો પૂર્વ કચ્છનો એક કેદી પોલીસ પર હુમલો કરીને ભાગી છુટયો હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી ગઈ હતી. આ બધાની વચ્ચે જ તાજેતરમાં જ ભુજની જી.કે.માથી નીખીલ દોંગા નામનો કુખ્યાત તથા ગુજસીટોકનો ગુનો જેની સામે નોધાયેલ છે તે નીખીલ દાંગા નાશી જવામાં સફળ રહ્યો છે.પોલીસતંત્રએ આ કેસમાં પોલીસકર્મીઓ સહિતનાઓ સામે લાલઆંખ કરી દેખાડી છે પણ અહી સવાલ એ થાય છે કે, આવા ખુંખાર કેદીઓની જાપ્તા-સુરક્ષામાં કચ્છમા કેટકેટલી લાલીયાવાડી ચાલી રહી છે? આ બાબતે કોણ જાતઅભ્યાસ કરશે? ફરજ પર રહેલા બે બેદરકાર કર્મચારીઓ માત્રને દંડી દેવાથી આ રીતના આરોપીઓ ફરતા થતા અટકી જશે ખરા? પાછલા ટુંકાગાળામાં પોલીસ કેદી પાર્ટીના હાથમાંથી આરોપીઓ નાશી છુટવાના બની ચુકયા છે ચારથી વધુ બનાવો વિચાર તો કરો કે આમાથી એક તો બાંગ્લાદેશી શખ્સ જેઆઈસી એટલે કે જયાં ચકલુ પણ પાંખ ફરકાવી શકતું ન હોવાના દાવા કરાય છે ત્યાંથી સરકી ગયો અને પૂર્વ કચ્છમાં ઝડપાયો હવે નીખીલ ડોંગા પણ ગુજસીટોક ધારા હેઠળનો ગુન્હેગાર હતો, જે કલમ હળવી-સળવી ન મનાય તે ભાગી ગયા બાદ હવે તેને ફરીથી પકડવા નાશભાગ થઈ રહી છે.
જેઆઈસી હોય કે પછી પાલારા-ગળપાદર જેલ, ગુજરાતના કઈક માથાભારે ગુન્હેગારો બંધ છે કચ્છમાં, આવી જ રીતે કેદીપાર્ટીના હાથેથી આરોપીઓ છુમંતર થતા રહેશે તો માથાભારે તત્વો કાયદો-વ્યવસ્થાની સ્થિતીને કરી જશે તિત્તર બિત્તર તે વિચારવુ રહ્યુ..!સરહદી કચ્છ માટે આવા ઘટનાક્રમો જોખમની આલબેલ સમાન જ માનવા રહ્યા.નીખીલ દોંગા ૧ઃ૩૦ વાગ્યે નાસી છુટયો, ત્રણ વાગ્યે હેડકવાર્ટરમાં જાણ થઈ, પાંચ વાગ્યે કન્ટ્રોલ મારફતે નાકાબંધી કરાઈ..તો શું નીખીલ કચ્છ ઓળંગતા છથી આઠ કલાકનો સમય લાગ્યો હશે? એ તો કચ્છની સરહદ કુદાવી જ ગયો હોય..! તે શંકા સાચી જ ઠરી હોય તેમ છેટ નૈનિતાલથી તેને પકડી પાડવામાં આવ્યો છે. ખેર નીખીલને ગણતરીના સમયમાં જ પકડી લેતા કચ્છ પોલીસ પ્રત્યે પ્રજાનોવિશ્વાસ મજબુત તો બન્યો છે પણ તે હળવાસથી ન પાલવે હવે આ નીખીલને વેળાસર પકડી જેલના સળીયા ગણતો કરવામાં આવે તો જ કચ્છ પોલીસ પ્રત્યે પ્રજાનો વિશ્વાસ બનશે અને ઝળવાશે મજબુત તેમ કહેવુ પણ અસ્થાને નહી ગણાય.

ખનીજમાફીયાઓને ખૂંચતા કડક-તટસ્થ પશ્ચીમ કચ્છ એસપીને બદનામ કરવાના પેંતરા

પોલીસની નાલેશીઓ દેખાડીને કડક-તટસ્થ-પ્રજાભિમુખ પશ્ચીમ કચ્છ એસપી સૌરભસિંગની સેવા જો જો કચ્છને ગુમાવવાનો ન આવી જાય વારો, આ રીતના કેદીઓ ભાગી જવાના ઘટનાક્રમો એસપીની બદલીનું કારણ ન બની જાય..!

અમુક પોલીસની સ્વાર્થનીતિ અને ભ્રષ્ટાચારીઓના કારણે સારા અધિકારીની સેવાનો લાભ ગુમાવીશું…! જેનાથી સરહદી કચ્છને મોટું નુકસાન થશે…! સારા કડક અધિકારીને કચ્છમાં સ્થાન છે જ નહીં…!

હવે સરકાર કચ્છમાં નિર્લિપ્ત રાય જેવા અધિકારીનું કરે પોસ્ટીંગ : તો જ ભલભલા ભ્રષ્ટાચારી બૂટલેગરોની શાન આવે ઠેંકાણે

ગાંધીધામ : પશ્ચીમ કચ્છ સરહદી પોલીસ ક્ષેત્ર છે અને તેમાં સીમાવર્તી વિસ્તારના રખોપા કરવા કટિબદ્ધ અધિકારીની સેવા ખુબજ જરૂરી બની રહેતી હોય છે. દરમ્યાન જ હાલમાં પશ્ચીમ કચ્છ એસપી તરીકે આવા જ કડક અને તટસ્થ અધિકારી સૌરભસિંગ તૈનાત છે. ભલભલા ચમરબંધીને તેઓ ગાઠતા જ નથી અને કડકાઈથી કાયદાના હિતમાં કાર્યવાહી કરી રહ્યા છે. ખનીજમાફીયાઓ જેવાને પણ ગાઠતા નથી અને તેથીજ ખનીજમાફીયાઓ સહિતના ખોટા ધંધાર્થીઓને ખુંચતા આ એસપી સૌરભસિંગને બદનામ કરવાને માટે તો કોઈ પેંતરા નથી રચાતા ને? આવા સારા અને પોલીસ તથા પ્રજા બન્ને માટે ઉપયોગી અધિકારી કચ્છને ખોવાનો કયાંક વારો ન આવી જાય..! આ રીતે જ કેદીપાર્ટીઓના હાથમાથી આરોપીઓ ભાગતા થઈ જશે તો કયાંક આવા સારા અધિકારીની બદલીનું કારણ ન બની જાય..!

  • SPશ્રી એડમન્ડ DYSPને કડક તપાસના આપે આદેશ

    હેડકવાર્ટરના RSIના વહીવટની પણ તપાસ થવી ઘટે

કેદી પાર્ટીની ફાળવણી કોણ કરે છે, અનાર્મ કોન્સટેબલને જ ફાળવાય છે કેદી પાર્ટી, મોટાભાગના કસદાર કેદીઓની હોસ્પિટલની મુલાકાતો કે કોર્ટની તારીખોની માહીતીઓ અમુક બની બેઠેલા ખાખીવાળાઓ અગાઉથી જ રાખતા હોય છે નજર

ગાંધીધામ : પશ્ચીમ કચ્છમાં એક પછી એક કેદીઓ પોલીસના હાથમાથી ભાગી છુટવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ખરેખર તો પશ્ચીમ કચ્છ એસપી દ્વારા આ માટે હેડકવાર્ટરના એડમન્ડ ડીવાયએસપીશ્રીને આરએસઆઈના પુછાણા લેવાની તપાસ સોપવી જોઈએ. આરએસઆઈ દ્વારા જ કેદીપાર્ટીઓ માટે અનાર્મ પોલીસકર્મીઓને ફરજની ફાળવણી કરવામા આવતી હોય છે. કેટલાક બની બેઠેલા ભ્રષ્ટ ખાખીધારીઓ માલેતુજાર અને કસદાર કેદીઓની તારીખો સહિતની માહીતીઓ આગોતરી જ જાણીને બેઠા હોય છે જે બાદમાં વ્યહવાર કરીને આવી કેદીપાર્ટીની ફરજ મેળવી લેતા હોવાનુ ચર્ચાય છે. હકીકતમાં હેડકવાર્ટરમાં આરએસઆઈના ભ્રષ્ટ વહીવટને પણ આવા પ્રકરણોની તપાસના દાયરામાં લઈ લેવા ઘટે તેવી માંગ પણ બનવા પામી રહી છે.

  • ગુજસીટોકના ખુંખારા ગુન્હેગારને ભગાડનારા ભ્રષ્ટ ખાખીધારીઓ પોલીસ બેડા માટે કહેવાય પાપ…!
    જેલકર્મીઓથી માંડી અને જી.કે.ના તબીબો સહિતના જે કોઈ સાધનીક દસ્તાવેજો સાથે આ કેસમાં દોષીત હોય તેની સામે કરવી જોઈએ કડકમાં કડક ધાક બેસાડતી લાલઆંખ

ગાંધીધામ : ભુજમાથી ગુજસીટોક સહીતની કલમો તળે જેની સામે ગુન્હા નોધાયેલા છે તેવા ખુંખાર કેદીને પોલીસ જાપ્તામાથી નાશી જવામાં પોલીસના જ ભ્રષ્ટ ખાખીધારીઓએ આયોજનબદ્ધ રીતે મદદ કરી હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામી રહ્યુ છે. આવા ભ્રષ્ટ ખાખીધારીઓની સામે ફિટકાર વરસી રહ્યો છે. ગુજસીટોક જેવા ગંભીર ગુન્હાના આરોપીનીને નશાડી જવાના મદદગાર આવા ખાખીધારીઓ પોલીસતંત્રને માટે પાપ કહેવાય. આવા તત્વો થકી જ આખાય ગુજરાત પોલીસને નીલેશ દોંગા જેવાને પકડવા દોડવુ પડયુ અને તેથી જ કચ્છ પોલીસની પણ ગુજરાતભરમાં નાલેશી અને બદનામી થવા પામી છે ત્યારે હકીકતમાં આ કેસમાં આયોજનબદ્ધ ષડયંત્રમાં જેલકર્મીઓ, પોલીસકર્મીઓ, જી.કે.નો સ્ટાફ, તબીબો જે કોઈ સંડોવણી ધરાવતા હોય તેની સામે કોઈ પણ પ્રકારની સાડા બારી રાખવા વિના જ કડક શબકરૂપ લાલઆંખ કરવી જોઈએ.

નીખીલ દોંગા કેસમાં હજુ’ય ઉઠતા અણીયાણા સવાલો..!
• પાલારા જેલમાં બંધ નીખીલ દોંગાને કેટલી વખત ભુજની જી.કે.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો?• એવી તો કઈ મોટી બીમારી નીખીલને હતી? દર વખતે કેવા પ્રકારની થતી હતી તપાસણી? • નીખીલને નાશીજવામાં ખાખીની ફરજની લાપરવાહી કે ગુન્હાહિત સંડોવણી હતી? • અન્ય કઈ કઈ એજન્સી-સરકારીકર્મીઓ નીખીલને નસાડી જવામાં સંડોવાયેલા છે? • જી.કે. જનરલ હેાસ્પિટલમાં નીખીલની તબીબી તપાસણી કોણે-કોણે કરી હતી?• સફેદ કલરની નંબર પ્લેટવગરની સ્વીફટ કાર કોની? કારના માલિકની શું સંડોવણી? • પશ્ચીમ કચ્છ પોલીસકર્મીઓના કોલ ડીટેઈલ્સમાં કોની સાથેના મળ્યા છે તાર? નખીલના સાગરીતો સાથે ખાખીના કયા કયા કર્મી-અધિકારી કેટલા સમયથી હતા સંપર્કમાં • નીખીલ દોંગાને નશાડી જવાની અવેજીમા ખાખીધારીઓને શું મળ્યુ? • પાલારા જેલ-કેદી જાપ્તો-ભુજની જી.કે.જનરલ હેાસ્પિટલ સહિતનાઓમાથી વધુ કોણ કોણ નીખીલને નશાડવામાં ભજવી ગયા ભુમિકા?

ભુજ જી.કે.માં કેદીપાર્ટી માટે અલાયદો સજજડ રૂમ કેમ નહી?
ગાંધીધામ : કચ્છમાં ગુજરાતના કુખ્યાત ગુન્હેગારોને રાખતી પાલારા જેવી મસમોટી જેલ આવેલી છે. અહી ખુંખાર ગુન્હેગારો રહે છે ત્યારે તેઓની તબિયતને લઈને જી.કે. હોસ્પિટલમાં લાવવાનો સિલસિલો રહેતો જ હોય છે. તેવામાં હકીકતમાં નીખીલ દોંગા જેમ નાશી છુટયો છે તેમ આવી ઘટનાઓનુ પુનરાવર્તન ન થાય તે માટે ભુજની જી.કે.જનરલ હેાસ્પિટલમાં પણ આવતા કેદીઓને માટે અલાયદા કડક અને સજજડ રૂમની વ્યવસ્થા રખાય તે ખુબ જરૂરી બની રહ્યુ છે.