નેપાળના પોખરામાં ૫.૮ ની તીવ્રતાના ભૂકંપના આંચકા

કાઠમાંડૂ,તા.૧૯ નેપાળના પોખારામાં તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી. એનઈએમઆરસીના મુખ્ય સિસ્મોલોજિસ્ટ ડો. લોક વિજય અધિકારીએ જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લાંબલંગ જિલ્લામાં આવેલા ભૂલભૂલેમાં નોંધવામાં આવ્યું હતું. સવારે ૦૫ઃ૪૨ કલાકે તેની તીવ્રતા ૫.૮ માપવામાં આવી હતી.