નેપાળના પીએમને ઝટકો : ચૂંટણી થશે

સંસદ કરાઈ ભંગ : રાષ્ટ્રપતિનો નિર્ણય : બે તબક્કામાં નવેમ્બરમાં યોજાશે ચૂંટણી : ૧રમીએ પ્રથમ અને ૧૯મી નવેમ્બરે બીજા તબક્કાની ચુંટણી

નવી દિલ્હી : નેપાળમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે રાષ્ટ્રપતિ વિદા દેવી ભંડારીએ નેપાળ સંસદને ભંગ કરી દીધી છે. નેપાળમાં હવે ફરીથી સસદના નીચાલા સદન માટે ચુંટણીઓ યોજવામા આવશે. આ ચુંટણી માટે નવી તારીખોની જાહેરા પણ કરી દેવામા આવી છે. નેપાળમાં બે તબક્કામા ચુંટણી થશે. જે અનુસાર પ્રથમ તબક્કાની ચુંટણી ૧રમીએ અને બીજા તબક્કાની ચુંટણી ૧૯ નવેમ્બર યોજાશે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા મળેલી જાણકારી અનુસાર રાષ્ટ્રપતિએ વડાપ્રધાન પદ માટે શેર બહાદુર દેઉબા અને કે પી શર્મા ઓલી બન્નેના દાવાઓને ફગાવી દીધા છે. નેપાળમાં સંસદ ભંગ કરવાનો આ નિર્ણય બંધારણની કલમ ૭૬-૭ હેઠળ લેવામા આવ્યો છે. નેપાળના રાજકીય ઘટનાક્રમમાં ઘણો ઉતાર ચાવ જાેવા મળ્યો હતો. નેપાળના વિપક્ષ અને વડાપ્રધાન કે પી શર્મા ઓલી બન્નેએ પોતાના બહુમતથ સાબિત કરવાની ઈચ્છા રાષ્ટ્રપતિ સમક્ષ વ્યકત કરી હતી. જાે કે ઓલીને વડાપ્રધાન પદે ટકી રેહવા માત્ર ૩૦ દીવસની અંદર બહુમત સાબિત કરવાનો હતો. ગુરૂવાર સુધી વિશ્વાસ મત હાંસલ કરવા અંગે અનિચ્છા વ્યકત કરતા ઓપી વિપક્ષીદળો રાષ્ટ્રપતી પાસે પહોંચ્યા કે તુરંત જ દાવો કરવા ફરી પહોચી ગયા હતા.