નીતિન પટેલ ઓનલાઈન જુગાર, કેશીનો, રેસકોર્સને માન્યતા આપવાનું નક્કી કરશે!!

કાઉન્સિલ દ્વારા કુલ ૭ સભ્યોની કમિટીનું કરાયું ગઠન, નીતિનભાઈ પટેલની અધ્યક્ષ તરીકે નિમણુંક!!

ગાંધીનગર : હાલ દિનપ્રતિદિન ઓનલાઈન જુગાર રમવાનું ચલણ વધતું જઈ રહ્યું છે. ફિઝિકલ જુગારધામો ગેરકાયદેસર હોવાથી પોલીસને માહિતી મળતાની સાથે જ સંચાલક અને શકુનીઓની  ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પરંતુ ઓનલાઈન ધમધમતા જુગાર, સટ્ટા સામે પોલીસ કંઈ કરી શકતી નથી અને મજબૂર બનીને મુક બધીર થઈ જાેયા કરે છે. ઓનલાઈન જુગારધામો, કસીનો વિશ્વના એઓ છેડેથી બેસીને બીજા છેડામાં રમાડવામાં આવે છે તેમજ રમનાર શકુનીઓની ઓળખ પણ જાહેર કરવામાં આવતી નથી ત્યારે આ લોકોને કાયદાનો પાઠ ભણાવવો અસંભવ જેવું જ છે. ત્યારે રાજ્યમાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે જેના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને બનાવવામાં આવ્યા છે. આ કમિટી ઓનલાઈન જુગાર, કસીનો અને રેસકોર્સ પાસેથી જીએસટી ટેક્સ વસુલવો કે કેમ ? તે અંગે વિચારણા કરીને ર્નિણય લેશે. જાે ઓનલાઈન ધમધમતા જુગારધામો પાસે જીએસટી વસુલવામાં આવે તો તેને કાયદેસરતા મળી હોવાનું એકરીતે કહી શકાય છે. ત્યારે ફિઝીકલી રમતા ઘોડીપાસા, વર્લી ફીચર અને તીન પત્તિ પર લાલ આંખ અને ઓનલાઈન રમાતા મોટા જુગારને મંજૂરીની વાત ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી વાત છે. ઓનલાઇન ગેમિંગ, રેસ કોર્સ અને કેસિનો દ્વારા આપવામાં આવતી સેવાઓનાં મૂલ્યાંકન માટે કાયદાકીય જાેગવાઈઓમાં કોઈ ફેરફાર કરવો જરૂરી છે કે કેમ તે તપાસવા માટે ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે મંત્રીઓનું એક કમીટીનું ગઠન  કર્યું છે.