• કચ્છના કપાળે કાળી ટિલ્લીસમાન ઘટનાના મુળીયા ઉલેચવા જ ઘટે

ગુજસીટોકના ખુંખાર આરોપીને ભગાડવામાં ‘હવાલા’ની વકી શર્મનાક

રિમાન્ડ પર રહેલા ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા બાદ લાંચ રૂશ્વતની કલમો પણ ફરિયાદમાં ઉમેરાય તે માટેની તજવીજ : નિખિલને ભગાડવામાં મદદગારી કરનારા રાજકોટ અને માધાપરના શખ્સો ઝબ્બે : નિખિલને નૈનીતાલથી ભુજ લવાયો

(બ્યુરો દ્વારા) ગાંધીધામ : સૌરાષ્ટ્રનો કુખ્યાત ગેંગસ્ટર અને ગુુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી આયોજનબદ્ધ રીતે નાસી છુટ્યો હતો. પોલીસે આંખમાં શુરમો આંજી છેક ઉત્તરાખંડના નૈનીતાલથી ગેંગસ્ટરને દબોચી લીધો છે, જેને આજે ભુજ લવાયો છે. જે કેસમાં સીલસીલાબદ્ધ નવા ખુલાસાઓ થયા છે. પ્રાથમિક જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી જ કહી શકાય તેવી છે અને હવે હવાલા અને નાણા લઈને નીખીલ જેવા ખુંખાર ગુન્હેગારને નશાડી દેવામા આવ્યો હાયે તેમાં ખાખીધારીઓથી લઈ અને મેડીકલ સ્ટાફ તથા સિવિલિયન સહિતનાઓની એક ટોળકી બનીને જો કારસ્તાનને અંજામ અપાયો હોય તો સરહદી કચ્છ જિલલા માટે આ કિસ્સો ખુબજ ગંભીર કહી શકાય તેમ છે. આખાય કેસમાં જે રીતે કચ્છ, ગુજરાત પોલીસ દ્વારા વેળાસર જ સંકલન સાધી અને આખાીય ટોળકીના કારસ્તાનને ગણતરીના સમયમાં જ પકડી લીધી છે તેવી જ રીતે હવે આ કેસના તમામ સંડોવણી ધરાવનારાઓ સુધી પોલીસ પહોંચે તે જરૂરી બની રહ્યુ છે. આ કેસની વિગતો મુજબ નિખિલને ભગાડવા માટે ભુજમાં દસ લાખ રૂપિયાનો હવાલો અપાયો હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. પોલીસે નૈનિતાલથી ઝડપેલા નિખિલ દોંગા અને તેના સાગરિતો રેનિશ પટેલ, સાગર કિયાડા અને શ્યામલ દોંગાને ભુજ લઈ અવાયા છે. જેઓની પુછપરછમાં મોટા ખુલાશા થયા છે. જેલથી લઈ હોસ્પિટલ સુધી આર્થિક વ્યવહાર કરવામાં આવ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. એક સાગરીતે પોતાના સ્ટેટમેન્ટમાં એવું પણ લખાવ્યું છે કે, દોંગાના જાપ્તામાં આવતા પોલીસ કર્મચારીઓને રૂપિયા આપવામાં આવતા હતા. જેને લઈને રાજ્ય પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. કચ્છ પોલીસ અને રાજકોટ પોલીસની ટીમ આ બાબતે ઉંડાણ પૂર્વકની તપાસ કરી રહી છે. દરમિયાન આ કેસમાં ઝડપાયેલા પીએસઆઈ આર.બી. ગાગલ, એન.કે. ભરવાડ, એએસઆઈ અલીમામદ ઓસમાણ લંગા અને કોસ્ટેબલ રાજેશ રૂપજી રાઠોડની પણ સઘન પુછપરછ કરવામાં આવી છે. આરોપીઓને ભગાડવામાં કયા કયા પોલીસ કર્મચારીઓ હજુ પણ સામેલ છે, તેમજ અત્યાર સુધી કોની કોની પાસેથી આર્થિક વ્યવહારો કરી હરીપતી મેળવી છે, તેની પણ તપાસ શરૂ કરાઈ છે. દરમિયાન વધુ બે ઈસમોની આ કેસમાં ધરપકડ થઈ છે, જેમાં માધાપર નવાવાસના હાલાઈનગરમાં રહેતા આકાશ વિનુભાઈ આર્યની ધરપકડ કરાઈ છે. આરોપી પોતાના ઘરેથી જમવાનું લાવી નિખિલને આપતો હતો, તેમજ આકાશ અગાઉ ખત્રી તળાવ પાસે થયેલી હત્યા તેમજ એકલ હોસ્પિટલ પાસે થયેલા ફાયરીંગ કેસનો આરોપી છે. જેલમાં આકાશ અને નિખિલની દોસ્તી થઈ હતી, તેમજ રાજકોટના વેરાવળમાં રહેતા ભરત રામાણીની પણ ધરપકડ થઈ છે, જે નિખિલની સેવામાં તૈનાત રહેતો હતો.

જેલથી લઈ હોસ્પિટલ સુધી આર્થિક વ્યવહારનું નેટવર્ક

ભુજ : કુખ્યાત ગેંગસ્ટરને ભગાડવામાં પોલીસ કર્મચારીઓની ભુંડી હરકત સામે આવ્યા બાદ આ કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. જેમાં જેલથી લઈ હોસ્પિટલ સુધી કેદીને સવલત આપવામાં આયોજનબદ્ધ નેટવર્ક હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય દર્દીને પણ જેલમાંથી હોસ્પિટલ જવું હોય તો પણ સત્તાધીશોને રૂપિયા ધરવા પડે છે. આ તો કુખ્યાત ગેંગસ્ટર હતો, જેથી પાલારા જેલના જવાબદારો અને જી.કે. જનરલ હોસ્પિટલમાં જવાબદાર તબીબો સામે પણ શંકાની સોય તકાઈ છે. એક તબીબે તો લાખ રૂપિયાનો હવાલો કર્યો હોવાની વિગતો બિનસત્તાવાર સાંપડી છે.

નહી તો સરહદી કચ્છમાં રાષ્ટ્રવિરોધી તત્વોને પણ મળી જશે બળ..!

નીખીલ દોંગા જેવા આરોપીઓને ટોળકી બનાવી, પૈસાની લાલચથી રક્ષકો જ ભગાડવામાં
મદદરૂપ બન્યા હોય તો પછી ભવિષ્યમાં આ સીમાવર્તી જિલ્લામાં દેશવિરોધી કૃત્યો આચરનારાઓને પણ આવા જ મેાકળા મેદાન નહી મળી જાય તેની શું ખાત્રી? : ખાખીધારી-મેડીકલ સ્ટાફ તથા સિવિલિયન સૌ કોઈની સામે ધાક બેસાડતી કડક કાર્યવાહી કરી જ દેખાડવી ઘટે

પોલીસબેડા માટે લાંછનરૂપ કહી શકાય તેવા ભ્રષ્ટ ખાખીધારીઓને તો સસ્પેન્ડ નહી
ડીસમીશ જ કરવા જોઈએ : આવા તત્વોને પોલીસ ખાતામાં કોઈ સ્થાન જ ન અપાય

ગાંધીધામ : કચ્છ સરહદી વિસ્તાર છે. પાકીસ્તાન જેવો મુલક આ જિલ્લાને વાયુ-જળ અને ભૂમી ત્રણેય સરહદે લાગુ પડી રહ્યો છે. ઉપરંત સરહદ પર ગંભીર છમકલાઓને અંજામ આપનારા સહિતના કઈક શંકાસ્પદ તત્વો પણ અહીના જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર સહિતમાં જેલના સળીયા પાછળ ધકેલાયેલા છે. નીખીલ દોંગા પણ ગુજસીટોક જેવા ગુન્હાઓની કલમો તળે આરોપી તરીકે નોધાયેલો અને આવા આતંકી માથાભારે તત્વોને નશાડી જવામાં ખાખી, મેડીકલ સ્ટાફ સિવિલિયન સહિતના ખુંખાર તત્વો મદદરૂપ થાય અને તે પણ હવાલા-પેસાની લ્હાયમાં કરાય તો ખુબજ ગંભીર ઘટના કહી શકાય તેમ છે. આવા તત્વોને તો બક્ષવા જ ન જોઈએ. જો આવા ઘટનાક્રમોમા કડકાઈ નહી થાય તો ભવિષ્યમાં સરહદી કચ્છમાં રાષ્ટ્રવિરોધી તત્વો પણ ફાવી જશે, તેમને પણ બળ મળી જશે અને આવી રીતે ગોઠવણીઓ મારફતે ચકમો આપીને કાયદાની સાથે સંતાકુકડી જ રમતા રહેશે જેનાથી આમપ્રજાજનોની સલામતી તથા કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે પણ પડકારો ઉભા થવા પામી જશે.

કચ્છની જેલો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ?

ભુજ : કચ્છની બે ખાસ જેલો પાલારા અને ગળપાદર ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોય તેમ એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં પાલારા જેલમાં એસીબીની રેડો પડી છે, જેમાં કેદીઓને સવલત આપવા પેટે જેલના જવાબદારો લાંચ લેતા ઝડપાઈ ચુકયા છે. ગળપાદર જેલ પણ આવા કિસ્સાઓ માટે ચર્ચામાં રહી છે. ખરેખર તો હવે જેલમાં રહેલા કેદીઓને તેમની સજાનું ભાન થાય તે માટે આઈપીએસ અધિકારીઓની કડક નિગરાની જેલો પર રહે તો જ સજા કાપી રહેલા કેદીઓની અને લાંચ લેતા ભ્રષ્ટ સરકારી અધિકારી – કર્મચારીઓની મિલિભગત છતી થાય તેમ છે.