નારદા લાંચ કેસઃ સીબીઆઇએ મુખ્યમંત્રી મમતાને હાઇકોર્ટમાં પક્ષકાર બનાવ્યા

The Chairman of the 15th Finance Commission, Shri N.K. Singh meeting the Chief Minister of West Bengal, Ms. Mamata Banerjee, in Kolkata on July 17, 2018.

કલકત્તા,તા.૧૯ સેન્ટ્રલ બ્યૂરો ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ નારદા લાંચ કેસ મામલે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ કોલકાતા હાઇકોર્ટમાં પક્ષકાર બનાવ્યા છે. આ સિવાય રાજ્યના કાયદા મંત્રી મલય ઘાટક અને તૃણમૂલ કોંગ્રેસના સાસંદ કલ્યાણ બેનર્જીને પણ પક્ષકાર બનાવાયા છે. સીબીઆઇ એ કેસને બંગાળની બહાર ટ્રાંસફર કરવાની માંગ પણ કરી છે. કેસને રાજ્યની બહાર ટ્રાંસફર કરવાની માંગ કરતા સીબીઆઇ એ કહ્યું કે ચારેય આરોપીઓ, જેમની આ અઠવાડિયે ધરપકડ કરવામાં આવી છે અને હાલ જેલમાં છે, તેઓને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. હાઇકોર્ટમાં કરેલ અરજીમાં સીબીઆઇ એ કહ્યું કે તેઓ સોમવારે મુખ્યમંત્રી અને અન્યની હાજરીમાં ફેલાવાયેલા આતંકના પરિણામ સ્વરૂપ ધરપકડ કરેલ આરોપીયોની કસ્ટડીની માંગ કરી શક્યા નહીં.
નોંઁધનિય છે કે નારદા કેસ મામલે ધરપકડના તરત બાદ તૃણમૂલ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં સીબીઆઇની કોલકાતા ઓફિસની બહાર એકઠા થઇ ગયા હતા. સીએમ મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ધરણા કર્યા હતા. સીબીઆઇ એ કહ્યુ કે, અસામાજીક તત્વોની ખાસી એવી ભીડ એકઠી કરવા અને મીડિયાની હાજરી સુનિશ્ચિત કર્યા બાદ મુખ્યમંત્રી પણ સીબીઆઇ ઓફિસની બહાર હાજર રહ્યા હતાં. સીબીઆઇ એ પોતાની અરજીમાં કહ્યું છે કે, તેઓ તપાસ એજેન્સીને ‘આતંકિત’ કરવા અને તેમા પોતાના કાર્યોને સ્વતંત્ર કરવા, ડર્યા વગર કરવાથી રોકવા માટે સમજી વિચારીને કરવામાં આવેસી રણનીતિનો ભાગ હતી. તપાસ એજન્સીએ કહ્યું કે, પરિસ્થિતિઓમાં તેમની કસ્ટડીની માંગ કરવાથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે.