નાગલપરની કોવિડ હોસ્પિટલમાં દોઢ લાખની દવાની સહાય અપાઇ

ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ
ટ્રસ્ટ દ્વારા સેવાકીય
પ્રવૃતિ કરાઈ

ગાંધીધામ : કોરોના કાળમાં માનવ સેવા અને સેવા એ જ પરમ ધર્મ અને કર્તવ્ય છે તેને સાર્થક કરતા ભીમાભાઇ હમીરભાઇ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંજાર તાલુકાના મોટી નાગલપર ખાતે આવેલી રોટરી કોવિડ સેન્ટર હોસ્પિટલમાં રૂપિયા દોઢ લાખની કિંમતની દવાની સહાય આપવામાં આવી છે
ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રીરામ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તેમજ કચ્છના દાનવીર ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ પરિવાર તરફથી હંમેશા જરૂરિયાતમંદને દાન કરવામાં આવે છે તેમજ કપરા કાળમાં આ પરિવાર કચ્છના લોકોની સાથે ઉભો રહે છે તેનું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. નાગલપર ખાતે આવેલી રોટરી કોવિડ
હોસ્પિટલમાં આ હુંબલ ચેરીટેબલ ટ્રષ્ટ અને હુંબલ પરિવાર દ્વારા દોઢ લાખની કિંમતની દવા હોસ્પિટલ ઇન્ચાર્જ કોમલબેન ગઢવીને હોસ્પિટલના દર્દીઓ માટે
આપવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી કલબના પ્રમુખ ઘેલાભાઈ આહીર, હોસ્પિટલના સ્ટાફ કોમલબેન, કે.સી. અગ્રવાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.