નાગરિક સંરક્ષણ દળ દ્વારા વોર્ડન સભ્યો માટે ફાયર ફાઈટિંગ ફસ્ટએઈડ સ્પેશિયલાઈઝ ટ્રેનીંગ યોજાઇ

નાગરિક સંરક્ષણ દળ એ સરકારી તંત્ર અને નાગરિકો માટે કુદરતી કે માનવ સર્જીત આફત સમયે અરસપરસના સહયોગમાં રહી કામગીરી કરે છે. આફત સમયે સોશિયલ મીડીયા કે અન્ય દ્વારા લોકોમાં અફવા કે અફરાતફરીનો માહોલ ના સર્જાય લોકોને સાચી જાણકારી મળી રહે તંત્રને વોર્ડન સર્વીસ દ્વારા જાણકરી મળી રહે તે રીતની કામગીરી હાથ ધરવામાં આવે છે. એટલે જ તો નાગરિક સંરક્ષણની વોર્ડન સેવાઓને તંત્ર અને નાગરિકો વચ્ચેની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. કોવીડ ૧૯ દરમ્યાન ગત વર્ષના લોકડાઉન દરમ્યાન વરિષ્ઠ નાગરિકોની મુશ્કેલીઓના નિવારણ માટે કન્ટ્રોલરૂમમાં સક્રિય ૨૦ અને ભુજ શહેરના એ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનની કાયદો વ્યવસ્થાની કામગીરીમાં ૪૦ વોર્ડનોએ માનદ સેવાઓ આપી હતી.

૧૯૭૧ ભારત પાક યુધ્ધ અને ૨૦૦૧ના વિનાશક ભુકંપમાં દળના સભ્યોએ યથેચ્છ કામગીરી કરી હતી. દળના વોર્ડન સભ્યોમાં સક્રીય સજ્જતા જળવાઇ રહે નવી જાણકારી મળતી રહે એ માટે નાગરિક સંરક્ષણ દળની અમદાવાદની તાલીમ શાળા દ્વારા વિવિધ તાલીમોનું આયોજન થતું રહે છે જે ઉપલક્ષમાં હાલમાં પ્રાથમિક તાલીમ પામેલા સભ્યો નાગરિક સંરક્ષણ દળનો પરીચય સેવાઓ અને માળખું, ફાયર ફાઈટીંગ એન્ડ સેફટી અને ફસ્ટ એઈડ માટેનો પાંચ દિવસીય સ્પેશીલાઈઝ તાલીમનું આયોજન કમાન્ડન્ટ એ.એ.શેખના માર્ગદર્શનમાં ટ્રેઈનીંગ ઈન્સ્ટ્રેકટર અને કમાન્ડન્ટ બોર્ડર વિંગ એસ.આર.જોશી ચીફ વોર્ડન ચિરાગ ભટૃની ઉપસ્થિતિમાં ભુજ નગરપાલીકાની અગ્નિશમન શાખાના ફાયર ઓફીસર સચિન પરમાર, દળના વોર્ડન અને ફાયર સેફટી ઓફીસરની તાલીમ પામેલા કમલેશ મતીયા દ્વારા આપણા દૈનિક જીવનમાં નાની મોટી આગ જોયા, જાણ્યા, અનુભવ્યા વિશેની જાણકારી આપી આગના પ્રકાર, લાગવાનું કારણ તેને ઓલાવવાની પધ્ધતિ બાબતે થેયરીકલ અને પ્રેકટીકલ કરી વિસ્તારપૂર્વકની માહિતી આપી હતી.

અંતિમ દિને લાયનસ હોસ્પિટલમાં સ્થાપિત ફાયર સેફટીના સાધનોની જાણકારી અને પ્રત્યેક્ષ નિર્દેશન તાલીમાર્થીઓ નિહાળ્યું હતું. રેડક્રોસના મીરાબેન સાવલીયાએ ફસ્ટએઈડની જરૂરિયાત અને ઘટના સમયે ફસ્ટ રીસપોન્ડર તરીકે નાગરિકે અસરગ્રસ્તોને હોસ્પિટલલાઇઝ કરતાં પહેલા કે ૧૦૮ આવતા પહેલા અસરગ્રસ્તોને કઇ રીતે તપાસીને હાથવગા સાધનો વડે પ્રાથમિક સારવાર આપવી હદયરોગ હુમલા સમયે કઇ રીતે સીપીઆર આપી થીયોરીકલ પ્રેકટીકલ નિર્દેશન કરેલ. તાલીમી શાળાના કમાન્ડન્ટ શ્રી શેખ એ જણાવ્યું હતું કે, નાગરિક સંરક્ષણ દળની સેવાઓમાં વધુમાં વધુ લોકો જોડાઇને આ પ્રકારની તાલીમ મેળવે તેવી અપીલ કરી અને આ તાલીમ જોડાયેલાને અભિનંદન આપેલ. ભુજ યુનીટની કામગીરીની સરાહના કરી હતી. આ તાલીમ વર્ગની વ્યવસ્થા ડીવીઝનલ વોર્ડન પ્રતાપ રૂપારેલ, અરૂણ જોશી, જગદીશ ઠકકર, અભય શાહ અને કચેરીના દશરથસિંહ જાડેજાએ સંભાળી હતી.