નાઇજિરિયામાં ગોરોન્યો શહેરની બજારમોં હુમલો, ૪૩ના મોત

0
199

(એ.આર.એલ),સોકોતા,ઉત્તર-પશ્ચિમ નાઇજીરીયાના સોકોતો રાજ્યના ગોરોન્યો શહેરમાં એક બજાર પર સશસ્ત્ર બંદૂકધારીઓએ હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા ૪૩ લોકો માર્યા ગયા છે. હુમલા પછી, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે શંકાસ્પદ ગુનેગાર ગેંગના બંદૂકધારીઓએ ઉત્તર -પશ્ચિમ નાઇજીરીયાના સોકોટો રાજ્યના એક ગામના બજાર પર હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકો માર્યા ગયા હતા.સોકોતોના ગવર્નર અમીનુ વજીરી તંબુવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલો ગોરોન્યોના એક સાપ્તાહિક બજારમાં શરૂ થયો હતો વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, સશસ્ત્ર ડાકુઓની ગેંગો વર્ષોથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય નાઇજીરીયામાં દહેશત ફેલાવે છે. આ લોકોએ ગામોમાં દરોડા પાડ્યા અને લૂંટ ચલાવી, પરંતુ તાજેતરના મહિનાઓમાં તેમના હુમલાઓ વધુ હિંસક બન્યા છે.નાઇજીરીયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તર -પશ્ચિમ નાઇજીરીયાના સોકોતો રાજ્યના ગોરોન્યો ગામમાં બંદૂકધારીઓએ સાપ્તાહિક બજાર પર હુમલો કર્યો ત્યારે મૃત્યુઆંક વધીને ૪૩ થયો છે. સોકોટો રાજ્યના ગવર્નર અમીનુ વજીરી તંબુવાલે સોમવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડાકુઓના એક સમૂહે રવિવારે રાત્રે રાજ્યના ગોરોન્યો સ્થાનિક સરકારી વિસ્તારના મુખ્ય મથક ગોરોન્યો શહેર પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૪૩ લોકો માર્યા ગયા હતા.