નહેરુ યુવા કેન્દ્ર ભુજ દ્વારા ૩૦૦ યુવા મંડળ કોરોના સામે જાગૃતિ ફેલાવી રહ્યા છે

વૈશ્વિક મહામારી કોરોના covid 19 ની લડાઈમાં ભારત સરકારના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો યોજાય છે. જે પૈકી કચ્છમાં પ્રત્યેક તાલુકામાં બે વોલેન્ટિયર અને 300 યુવા મંડળ દ્વારા ગ્રામ પંચાયતના સહયોગથી હેલ્થ ડેસ્ક શરૂ કરવામાં આવેલ છે .જેમાં રસી સુરક્ષાનું મહત્વ ,ઓનલાઈન રસીરજીસ્ટ્રેશન, covid-19 વેબિનાર, જનજાગૃતિના પોસ્ટર બનાવી જાહેરમાં મુકી સાવચેતીની અમલવારી કરાય છે . નહેરુ યુવા કેન્દ્રના યુવા મંડળો વિડીયો તૈયાર કરીને વિડિયો મેસેજ આપે છે. ભુજ તાલુકાના જીરા ગામે દીપેશ ભાનુશાળી આયુર્વેદિક દવા વિના મૂલ્ય વિતરણ કરે છે. અંજારમાં શાંતીબેન વિનામૂલ્યે માસ્ક વિતરણ કરી રહ્યા છે. નખત્રાણામાં ભુપેન્દ્રસિંહ દ્વારા કાઢાનું વિના મૂલ્ય વિતરણ કરે છે. મુદ્રામાં   રતનભાઈ ગઢવી કાઢાનું વિના મૂલ્ય વિતરણ કરી રહ્યા છે. જ્યારે વિડિયો દ્વારા જન જાગૃતિ ફેલાવવામાં કિશન ગઢવી,જરા ખાતે શાંતીબેન, આઝમ ,રતન ગઢવી વગેરે જોડાયેલા છે. જિલ્લા નહેરુ યુવા અધિકારીશ્રી રચનાબેન વર્ષાના માર્ગદર્શન હેઠળ પ્રત્યેક તાલુકામાં આ કામગીરી થઇ રહી છે એમ નહેરુ યુવા કેન્દ્ર કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે