નશાના સોદાગરો અનેક નિર્દોષ યુવાઓના મોતના જવાબદાર : સુપ્રીમ કોર્ટ

(જી.એન.એસ) ન્યુ દિલ્હી, સુપ્રીમ કોર્ટે નશાના સોદાગરોને સેંકડો નિર્દોષ યુવાઓની મોતના જવાબદાર ગણાવવાની ટીપ્પણી પંજાબ – હરિયાણા હાઇકોર્ટના એક નિર્ણયને પડકારતી અરજીને ફગાવી દેતા કરેલ.જજ ડી.વાઇ.ચંદ્રચુડ અને જજ એમ.આર.શાહે જણાવેલ કે, હત્યારો એક કે બે મોતનો જવાબદાર હોય છે. જ્યારે નશાના સોદાગરો અનેક નિર્દોષ યુવાઓને મોતના ખપ્પરમાં નાખવાના જવાબદાર છે.જેની સમાજ ઉપર ખૂબ જ ઘાતક અસર પડે છે. આવા લોકો સમાજ માટે ખતરો છે. જેના કારણે કિશોરો નશાની લતમાં હોમાય છે. આ ખતરો ગંભીર રીતે વધ્યો છે.સુપ્રીમ કોર્ટે પંજાબ – હરિયાણા હાઇકોર્ટના નવેમ્બર ૨૦૧૯માં એક કિલો હેરોઇન સાથે પકડાયેલ આરોપીને ૧૫ વર્ષ કારાવાસ અને ૨ લાખના દંડના નિર્ણયને યથાવત રાખ્યો હતો.