નલિયા ખાતે સાંઘીસિમેન્ટના સહયોગથી નમો કોવિડ હોસ્પિટલનો રાજ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ

૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલથી આરોગ્ય સુખાકારીમાં થશે વધારો

કોરોનાનું સંક્રમણ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ વધી રહ્યું છે ત્યારે તમામ વિસ્તારોમાં કોવિડ હોસ્પિટલ્સ શરુ કરવામાં આવી રહી છે જે અન્વયે આજરોજ સામાજિક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઈ આહિરની ઉપસ્થિતિમાં સાંઘી સિમેન્ટ કંપની દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય,નલિયા ખાતે ૧૦૦ બેડની નમો કોવિડ હોસ્પિટલનો આરંભ કરવામાં આવ્યો હતો.

અત્યારની પરિસ્થિતિ જોતાં દરેક વિસ્તારના ઉદ્યોગો કંપનીઓ પણ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે તે જરૂરી છે તે તરફ પ્રયાણ કરતાં સાંઘી સિમેન્ટ કંપની દ્વારા નલિયા ખાતે નમો કોવિડ હોસ્પિટલનો આરંભ કરવામાં આવ્યો છે જેથી સમગ્ર અબડાસા તાલુકો તેમજ આજુબાજુના લોકોને કોરોનાની સારવાર માટેની તમામ સુવિધાઓ ત્યાં જ મળી રહેશે જેથી છેક ભુજ સુધી ધક્કો નહીં ખાવો પડે અને  સારવાર ઝડપથી થઈ શકશે. આ તકે રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છના છેવાડે નલિયા ખાતે સાંઘી સિમેન્ટ ના સહયોગથી આ હોસ્પિટલ શરૂ થઈ રહી છે. જેથી લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થઈ શકશે અને ઝડપથી કોરીનાને મ્હાત પણ આપી શકશે.  ઉપરાંત ડાયરેક્ટરશ્રીને ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરવા પણ જણાવ્યું હતું. ત્યારે ડાયરેક્ટશ્રીએ જણાવ્યું હતું કે ત્યાં ઓક્સિજન પ્લાન્ટ તો છે જ પણ હાલ લિક્વિડ ઓક્સિજનની જરૂર છે જેની વ્યવસ્થા કરવામાં આવે તો સમગ્ર અબડાસા તાલુકો તેમજ આજુબાજુના વિસ્તારમાં ઓક્સિજનની અછત નિવારી શકાય. જે અંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ અંગેની રજૂઆત મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરી ઝડપથી તેની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા , જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઇ પટેલ, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, અબડાસા પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, સાંઘી સિમેન્ટ ના ડાયરેક્ટર શ્રી એન.ડી. ગોહિલ, એચ.આર.એ.સનાતન શ્યામલ તેમજ વેપારી મંડળ અને અન્ય અગ્રણીઓશ્રી ઉપસ્થિત રહ્યા હતા.