નલિયામાં ધાણીપાસા વડે જુગાર રમતા ૧ર શકુનિશિષ્યો ઝડપાયા

0
26

સ્થાનિક પોલીસે દરોડો પાડી ૧પ,૪૦૦ની રોકડ તેમજ ૪ મોબાઈલ કર્યા કબ્જે

નલિયા : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ધાણીપાસા વડે જુગાર રમી કિસ્મત અજમાવતા શખ્સો પર સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. જુગારની મંડાયેલી ચોપાટ પર નલિયા પોલીસે દરોડો પાડી ૧ર શકુનિશિષ્યોેને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબ્જામાંથી ૧પ,૪૦૦ની રોકડ રકમ તેમજ ૪ નંગ મોબાઈલ કબ્જે કરાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ નલિયા પોલીસની ટીમ બકરી ઈદના તહેવાર નિમિત્તે નલિયા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ અનુપસિંહ સુખદેવસિંહ વાઘેલાને ખાનગી રાહે મળેલી સચોટ બાતમીના આધારે નલિયાના યોગેશ્વરનગરમાં રાહુલ બાબુભાઈ સોલંકીના રહેણાંક મકાન બહાર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપી રાહુલ સોલંકી ઉપરાંત મોહિન હારૂન રસીદ મન્સુરી, મયંક કેતનભાઈ ચાવડા, મોહિન સલીમભાઈ ચાકી, કાસમ ઈશા ભટ્ટી, અલ્તાફ મામદભાઈ મેમણ, મૌસિમ ઉર્ફે સદ્દામ સાલેમામદ પરમાર, આદમ અલાના ગજણ, હુસેન રમજુ નોડે, સલીમ હસણ તુરિયા, ઈમરાન આદમ ચાકી તેમજ અલ્તાફ મામદ તુરિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ સફળ કામગીરીમાં પીએસઆઈ વી.બી. ઝાલા, હેડ કોન્સ્ટબલ ગોપાલભાઈ મહેશ્વરી, પોલીસ કોન્સ્ટેબલ અનુપસિંહ વાઘેલા, પરબતભાઈ ચૌધરી, યુવરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જાેડાયો હતો.