નલિયાના નમો કોવિડ આઈસોલેશન સેન્ટરની કલેકટરે મુલાકાત લીધી

નલિયા : અહીંના નમો કોવિડ આઈસોલેશન સેન્ટરની કલેકટરે મુલાકાત લીધી હતી. હાલ કચ્છમાં કોરોનાની બીજી લહેર બાદ કેસોમાં ઘટાડો જાેવા મળ્યો છે. ત્યારે ત્રીજી લહેરને ધ્યાને લઈ સરકારી તંત્ર દ્વારા તૈયારી આદરવામાં આવી રહી છે.

નલિયા ખાતેનું કોવિડ સેન્ટર અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાના પ્રયાસોથી સાંઘી ઈન્ડસ્ટ્રીઝના આર્થિક સહયોગથી કાર્યરત થયું છે. અત્યાર સુધી ૭૩ દર્દીઓને નિઃશુલ્ક સારવાર મેળવી છે, જે પૈકી પ૪ દર્દીઓ સારવાર લઈ તંદુરસ્ત થઈ ઘરે ગયા છે. હાલ ૧૦ જેટલા દર્દીઓ કોવિડ સેન્ટરમાં સારવાર હેઠળ છે. જયારે ૯ દર્દીઓને વધુ સારવાર (વેન્ટિલેટરની જરૂરિયાતવાળા)ને ભુજ રીફર કરાયા હતા. નમો કોવિડ આઈસોલેશન સેન્ટરના કલેકટર પ્રવીણા ડી.કે. તેમની સાથે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, અબડાસા મામલતદાર શ્રી ડામોર સાથે રહ્યા હતા. મુલાકાત દરમ્યાન કોવિડ સેન્ટરમાં દર્દીઓની સારવાર તથા ભોજન તેમજ આનુસંગીક વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી મેળવી સંતોષ વ્યક્ત કરી સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. અત્યાર સુધી ૧૮૦ જેટલા ઓક્સિજન સીલીન્ડરનો વપરાશ થયો છે. આમ છેવાડાના મર્યાદિત આરોગ્ય સુવિધાવાળા વિસ્તારના લોકો માટે નમો કોવિડ સેન્ટર નિઃશુલ્ક ઓક્સિજનની સારવાર આફતમાં આશિર્વાદરૂપ સાબિત થયેલ છે.

કલેકટરની મુલાકાત વેળાએ સાંઘીના એન.બી. ગોહિલ, જયસિંઘ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સિંહા, સુપરવાઈઝર ગોપાલભાઈ હાજર રહ્યા હતા. ધારાસભ્ય પ્રધ્યુમનસિંહના માર્ગદર્શન હેઠળ જયદીપસિંહ જાડેજા,  નરેન્દ્રસિંહ (ભાનાળા), મૂળરાજ ગઢવી, હકુમતસિંહ જાડેજા, પ્રવીણ ભારણી વગેરે આગેવાનો સાથે વેપારી એસો.ના પ્રમુખ હકુમતસિંહ જાડેજા, ગૌતમભાઈ જાેષી, સંજયભાઈ શાહ, જનક જાેશી, ભૂપેન્દ્ર ઠક્કર, મનીષ શાહ, મંગલભાઈ જાેષી, ઈસ્માઈલભાઈ દરાડ, સંચાલનમાં સહયોગી રહ્યા હતા. આ સેન્ટરમાં બે સરકારી ડોકટરની સાથે નલિયાના ડો. ભરતભાઈ સંજાેટ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે.