નબળી નેતાગીરીના પાપે ગાંધીધામની પ્રજાનો ખો : કો’ક તો ઉગારો.., રાજકીય રીતે અનાથ બનતા સંકુલને..!

  • રસીની રામાયણ :વસ્તીમાં મોખરે-છતાં રસી-ઈન્જેકશનો-ઓકિસજન-ટેસ્ટકીટમાં અન્યાય..!

ખાટલે મોટી ખોટ : જિલ્લાનું વહીવટીતંત્ર અને વેકસીનેશનના જવાબદાર અધિકારીઓ જરા સહેજ પણ વીવેકનો કરે ઉપયોગ..! : અત્યારે પીએસચીના આધારે નહી વસ્તીના આધારે ફાળવવી જોઈએ રસી : ભુજમાં તેર પીએચસી છે, જયારે વસ્તી ગાંધીધામની વધારે છે.., છતા ભુજમાં ૩૬૦૦ ડોજ અને ગાંધીધામને માત્ર ૧૮૦૦નો જથ્થો ફાળવાય છે

ગાંધીધામ : કોરોનાની સામે જંગ જીતવા માટે સાવચેતી સાથે રસીકરણ જ અમોઘશસ્ત્ર માનવામાં આવી રહ્યુ છે. રસીકરણને વધુ સુલભ અને લોકભોગ્ય બનાવવા સરકાર પ્રયાસો કરી રહી છ અને કચ્છમા પણ રસીના ડોજ સમયાંતરે પુરતા જ ફળવાઈ રહ્યા છે પરંતુ પૂર્વ કચ્છ અને ગાંધીધામ કંડલા સંકુલની કમનશીબી ગણવી કે પછી નબળી નેતાગીરીને દોષ દેવો..આ સંકુલને કોરોનાની મહામારીમાં અલગ અલગ આરોગ્યવિષયક સુવિધાઓ મુદ્દે એક પછી એક સતત અન્યાય જ થવા પામ્યો છે. શરૂઆતમાં પથારીઓ-બેડ-પછી ઈન્જેકશનો, ઓકીસજન, ટેસ્ટ કીટ અને હવે રસીને લઈને પણ ગાંધીધામ સંકુલને જાણે કે અન્યાયી વલણ જ અપનાવાતુ હોય તેમ લાગી રહ્યુ છે. આવામાં પ્રબુદ્વવર્ગમાથી ટકોર કરવામા આવી રહી છે કે, રસીની આટઆટલી રામાયણ ગાંધીધામ તાલુકામાં થવા પામી રહી છે તેની પાછળ અહીની નબળી નેતાગીરી જ મોટુ કારણ મનાઈ રહ્યુ છે.ધારાસભ્યશ્રીને જાણે કે બગાસા ખાતુ પત્તાસુ જ આવી ગયુ હોય તેવો તાલ સર્જાય છે. લોકોમા ચર્ચા થવા પામી રહી છે કે, કોરોના મહામારીમા કેવી રીતે પ્રજાની પડખે રહેવુ, મદદ કરવી તેની કોઈ ગત્તાગમ જ ન હોય તેવો તાલ દર્શાય છે. તેઓને તો સમજણ નથી પણ તેમની આસપાસ રહેનારાઓ પણ ધારાસભ્યશ્રી સાચુ માર્ગદર્શન આપતા ન હોય તેવો સંદેશ વહેતો દેખાઈ રહ્યો છે. તેમની આસપાસ-આજુબાજુ રહેનારાઓને પણ પ્રજાને કેમ રાહત થાય તેના કરતા ખુદને હોદાઓ મેળવી લેવાની વધુ લાલચ હોય તેમ દેખાઈ રહ્યુ છે. પૂર્વ કચ્છને ફાળવતા ઈન્જેકશનો, ટેસ્ટ કીટનો અભાવ, ઓકીસજન તથા હવે વેકિસનને લઈને પણ અન્યા થવા પામી રહ્ય છે. કચ્છમા આવતી રસીઓનુ સમાતર વેચાણ થાય, કયાંક વધારે અને કયાંક ઓછુ શા માટે? ગાંધીધામની વસ્તી વધારે છે, બેકલોગ પણ મોટો છે, આ બધાના નિકાલ માટે પુરતી રસી ફાળવવામાં આવે તેવી રજુઆત હજુ સુધી જનપ્રતિનિધીઓ કેમ નથી કરી દેખાડી? કરી છે તો કેમ ફળતી નથી? આવા અનેક સવાલો સાથે જાણે કે, રાજકીય રીતે આ સંકુલ હવે અનાથ બની રહ્યુ હોય તેમ લોકો અનુભવી રહ્યા છે.હાલમાં પણ જિલ્લાને ૧પ હજાર રસીઓ ફાળવાઈ તેમાથી ૩પ૦૦ જેટલી રસી ભુજને અને તે બાદ ૧૮૦૦ રસીનો ડોઝ ગાંધીધામને અપાયો છે. પરંતુ અહી સવાલ એ થાય છે કે, સૌને સમાંતર ફાળવણી કેમ નહી? અથવા તો હકીકતમાં આ બાબતે જિલ્લાના વહીવટીતંત્રએ વિવેક જ્ઞાન વાપરવુ જોઈએ. કારણ કે, હાલમાં રસી ના ડોજની જે ફાળવણી કરવામા આવી રહી છે તે પીએચસી અને યુએચસીના આધોર કરવામાં આવી રહી છે પરંતુ વસ્તી જયાં વધારો હોય તેને વધુ ડોજ આપવાની નીતી અપનાવવી જરૂરી છે. કારણ કે, ગાંધીધામ નગરપાલીકાને આપણે અનેક વખત મહાનગરપાલીકા બનાવવાને માટે સત્તાવાર દરખાસ્ત મોકલી ચુકયા છીએ. અને તે દરખાસ્ત આપણે સૌ જાણીએ છીએ કે વસ્તીના આધારે જ મુકવી યોગ્ય ગણાતી હોય છે. તો વસ્તીમાં ગાંધીધામ સૌથી મોખરે છતા રસીના ડેાઝમાં કેમ આટલો બધો અન્યાય? પીએચસી અને યુએસીના આધાર ગણવાના બદલે જીલ્લાને જે રસીઓ ફાળવયા તેનો જથ્થો વસ્તીના આધારે ફાળવાય તે વધુ હિતાવહ કહી શકાય તેમ છે.આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામ તાલુકામાં પ્રથમ ડોજ રસીનો જે અપાયો તે સ્મુથ અને આખાય કચ્છમાં સારામાં સારી રીતે સંચાલન સાથે અપાયો છે. સત્તાવાર આંકડાઓની વાત કરીએ તો એપ્રીલ માસમાં આખાય સંકુલમાં રપ હજાર જેટલા લાભાર્થીઓને રસી આપવામં આવી હતી. હવે પ્રથમ ડોજ જેઓને અપાયો છે તેઓ તો ર૮ દીવસ બાદ બીજા બુસ્ટર ડોજ માટે આવી જ જવાના છે જે માટે રપ હજાર રસીનો ડોઝ તો જોવે જ જોવે પણ તેની સામે હાલના તબક્કેમાત્ર ૭ હજાર જેટલી રસીઓ ફાળવવામ આવી છે એટલે બેકલોગ જ ઘણો મોટ તફાવતનો સર્જાઈ જવા પામ્યો છે. આટલી બધી ઓછી રસીની ફાળવણી સામે જુના રસી લેવા ઈચ્છુકો, ઉપરાત નવાના રજીસ્ટ્રેશન ચાલુ છે તે બધાયનો ધસારો અહી એક જ જગ્યાએ થાય તો વ્યવસ્થાઓ પડી જ ભાંગવાની છે ને..!

હવે જિ.ભાજપ પ્રમુખ ખુદ રસ લે :ધારાસભ્યને પ્રજાભિમુખતા શિખવાડે
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર તથા મીની ભારત અને લઘુ મુંબઈ તરીકે પ્રચલિત ગાંધીધામ સંકુલ હવે રાજકીય રીતે જાણે કે અનાથની અવસ્થામાં આવી ગયુ હોય તેવી રીતે અહીની પ્રજા પીડાઈ રહી છે. જનપ્રતિનિધીને જાણે કે, બગાસા ખાતુ પત્તાસુ જ આવી ગયુ હોય અને પ્રજાકીય પ્રશ્નોની પીડા કેવી રીતે હલ કરવી તેનો અંદાજ કે પછી ગતાગમ જ ન હોય તેમ અહી કયાંય પણ અસરકારક અવાજ ઉઠાવતા કે રજુઆત કરતા દેખાતા જ ન હોવાની સ્થીતી બની રહી છે. પ્રબુદ્ધવર્ગ ટકોર સાથે કહી રહ્યો છે કે, હવે જિલ્લા ભાજપ પ્રમુખ ખુદ આ બાબતે અંગત રસ લે અને ધારાસભ્યશ્રીને સમજાવે કે, આ મહામારીમાં દર્દીઓની દયનીય હાલત થઈ રહી છે, સરકાર આપણી છે, સુવિધાઓના અભાવે લોકો મોતને ભેટે તે ન ચલાવી શકાય, દવા, ઓકિસજન, પથારી-બેડ, ઈન્જેકશનો, રસી સહિતની વ્યવસ્થાઓ આપણે જ કડીરૂપ ભૂમિકા ભજવીને કરવાન હોય છે. આ બધા પ્રજાકીય કામો પણ આપણે જ કરવાના હોય છે તેની સમજણ હવે ધારાસભ્યશ્રીને આપે તે વધુ જરૂરી બની ગયુ છે.

આ તો ભલુ થજો બળવંતભાઈનુ કે,…!
નહીં તો સુધરાઈ પ્રમુખ-ધારાસભ્ય તો શોભાના ગાંઠીયા સમાન જ બની રહ્યા છે : જાણકારોનો ટોણો

ગાંધીધામ : કોરોનામાં ગાંધીધામ સંકુલ કણસતુ રહ્યુ અને જનપ્રતિનીધીઓ કયાંય વિશેષ ન ડોકાયા અને દેખાયા તો માત્ર સસ્તીપ્રસિદ્ધી પુરતા જ ફોટા પડાવીને ગુમ થઈ ગયાની કચવાટ પ્રબુદ્ધવર્ગમાં ફેલાઈ રહ્યો છે. હાલમા રસીકરણની પ્રક્રીયામાં પણ ભારે સમસ્યાઓ ઉભી થવા પામી રહી છે તેમ છતા કોઈના પેટનુ પાણી હાલતું જ ન હોવાની સ્થીતી સર્જાઈ રહી છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ તો ભલુ થજો બળવંતભાઈ ઠકકરનુ કે, જેઓ સમયાંતરે જેવી જરૂરીયાત તેવી વ્યવસ્થાઓ દોડાદોડ કરીને કરી આપે છે અને તેમા સુધરાઈની આબરૂ કયાંક સચવાઈ જતી હોવાનુ દેખાય છે. નહી તો ઓકીસજન, વેન્ટીલેટર, ટેસ્ટીગ કીટ, સ્મશાનગૃંહોમા લાકડાઓ, સહિતની સમસ્યાઓની સામે બાકીના તો શોભાના ગાંઠીયા જ પુરવાર થવા પામ્યા હોય તેમ દેખાય છે.

રેમડેસિવીરમાં ૭ દિ’થી અપાય છે ઠેંગો :ધારાસભ્ય સહીતનાઓએ કેમ ન કરી ચિંતા.?

૧૦૦ની માંગણી સામે ૬૦ ટકા થાય છે ફાળવણી, તો બાકીના ૪૦ ટકાને શું મરવા દેવાના? કેમ જનપ્રતિનિધીઓ અવાજ ઉઠાવવામાં ઉતરે છે ઉંણા

ગાંધીધામની બધી નગરપાલીકાઓથી વસ્તી વધુ પણ રસી, ઓક્સિજન, ઈન્જેકશન કેમ ઓછા…?, કો’ક તો પુછો કે આવો અન્યાય કેમ ? મરો થઈ રહ્યો છે અત્યારે સેવાભાવી કર્મચારીઓનો, નિર્દોષ સ્ટાફને બહું જ સહન કરવાનો આવે છે વારો

ગાધીધામ : પૂર્વ કચ્છમાં ન માત્ર વેકસીનેશન બલકે ઈન્જેકશનોને લઈને પણ સતત અન્યાય જ થવા પામી રહ્યો હોવાની સ્થિતી સર્જાય છે. અહી ૧૦૦ દર્દીઓને માટે ઈન્જેકશનોની જરૂરીયાત હોય તો તેમાં આડાઅવડા રીપોર્ટ ચકાસીને તેમાં વાંધા વચકાઓ કાઢીને માત્ર ૬૦ને જ ઈન્જેકશનો અપાય છે. આવામાં સ્થાનિકના આરોગ્ય અધિકાીરઓ ૧૦૦માથી કયા ૬૦ અલગ તારવે? કોને આપે અને કોને ન આપે? તો બાકી રહી જતા ૪૦ને તો મરવા જ દેવાના એવો તાલ થઈ ગયો ને? આ બાબતે કેમ ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધીઓ અસકારક રજુઆત કરી શકતા નથી કે કરતા નથી? શુ તેઓને આવી કોઈ સમસ્યાઓની ખબર શુદ્ધા જ નથી? તેઓ આ બાબતે તંત્રને કયાંય પુછવા જ જતા નથી? અને જો ખબર છે છતા સમસ્યા ત્યાની ત્યા છે તો તેઓનુ કંઈ ઉપજતુ નથી તેમ સમજવુ કે શું? આવા અનેક પ્રશ્નો ભોગગ્રસ્ત પ્રજાજનોમાં ઉઠવા પામી રહ્યા છે.

ભુલ કોકની અને ભરે કોક..!
ગાંધીધામ : વેકસિનના અણધડ આયોજનના પગલે ગાંધીધામની પ્રજા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ સહિતનાઓને નાહકનુ ધર્ષણ થવા પામી જાય છે. ભુલ કોકનીને ભરે કોક જેવો તાલ થવા પામી રહ્યો છે.

કેન્દ્ર-રાજય સરકારના ખો-ખોમાં આમપ્રજાજનોનું કચ્ચરઘાણ

કેન્દ્ર સરકારની રસી ર૦૦ રૂ.માં રાજયને ખરીદી જીએસટી સાથે કરવાની થતા રસીઓની રસ્સાખેંચના એધાંણ

ગાંધીધામ : રસીકરણ જ કોરોનાની સામે અમોઘશસ્ત્ર હોવાની કહેનારી કેન્દ્ર અને રાજય સરકાર હવે ખુદની તિજોરીઓની ચિંતામાં પડી ગઈ હોય અને તેનો ભોગ આમપ્રજાજનો બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. કેન્દ્ર સરકાર રાજયોને રસી ર૦૦ રૂપીયામાં આપતી હતી જે રાજય સરકારો લોકોને ફ્રીમાં આપવાની જાહેરાત કરી હતી. પણ હવે કેન્દ્રએ હાથ ઉંચા કરી લેતા રાજયો રસી ખરીદે તો તેઓને જીએસટી સહિતની રકમ ચુકવવાનો ભાર ખુદની તિજોરી પર આવતો દેખાય છે. એટલે રસી ખરીદવાના ઓર્ડર પર સીધેસીધો જ કાપ મુકાઈ ગયો અને વેકસીન પુરતી હોવાનો માત્ર આભાસ જ ઉભો કરવામાં આવતો હોય તેમ વિશેષ દેખાય છે. જેની વચ્ચે પ્રજાજનોનું કચ્ચારઘાણ નીકળવા પામી રહ્યુ છે.

સુડી વચ્ચે સોપારીની થતી હાલત..!

ગાંધીધામ સહિતના સરકારી આરોગ્યતંત્રો પર પડયો બેવડો માર : અધિકારીઓ પેરશાન….!

ગાંધીધામ : ખાનગી લેબને રસી બંધ, પીક સાઈટો બધી કરી દેવાઈ બંધ, આ તમામનો પહેલો ડોજ લેનારાઓ હવે વળી રહ્યા છે સરકારી આરોગ્ય માળખા તરફ, જયાં રસી આવી રહી છે જરૂરીયાતથી ઓછી વેકસીનેશનને લઈને સરકારી આરોગ્યતંત્ર તનતોડ મહેનત કરી જ રહ્યુ છે પરંતુ હાલમાં આરોગ્યકર્મીઓની અને અધિકારીઓની હાલત સુડી વચ્ચે સોપારીની બની જવા પામી છે. કારણ કે, અગાઉ સરકાર દ્વારા ખાનગી લેબને રસીકરણની છુટ અપાઈ, અલગ અલગ સાઈટો ઉભી કરાઈ, સંસ્થાઓ દ્વારા કેમ્પ કરવામાં આવ્યા, હવે આ તમામે સ્થળે પહેલો ડોજ લીધેલા છે તે અહી વ્યવસ્થાઓ બંધ થઈ જતા સરકારી માળખા તરફ વળી રહ્યા છે જયારે સરકારી તબક્કે રસીઓ જરૂરીયાતની સામે જ ઓછી આવી રહી છે.એટલે અહી અધિકારી-આરોગ્યકર્મીઓની ટીમ-સ્ટાફને બેવડો માર પડતો જોવાઈ રહ્યો છે. એકતરફ રસી નથી અને બીજીતરફ લોડ વધી ગયો છે..આવામાં સંચાલન કરે તો કેવી રીતે કરે? તેમા બની બેઠેલા ઝભ્ભાલેંગાધારીઓ પણ રૌફ દેખાડી અને આરોગ્યકર્મી-અધિકારીઓને બદલીઓની હાલતે ચાલતે ધમકીઓ આપતા ફરે છે તે વળી લટકામા.