ઉપપ્રમુખ પદે સંધ્યાબેન પલણનો સૂરજ ઉગ્યો : ભાજપના મોવડીઓ ઉપસ્થિત રહ્યા 

નખત્રાણા : તાલુકા પંચાયતના પ્રમુખપદે આજે ટીડીઓ વિનોદભાઈ જોષી સમક્ષ જયસુખભાઈ પટેલ નામાંકન દાખલ કર્યું હતું. જયારે ઉપપ્રમુખ પદે સંધ્યાબેન રાજેશ પલણએ નામાંકન કર્યું હતું.જિલ્લા ભાજપ મંત્રી અને પ્રભારી વાલજીભાઈ ટાપરિયાની ઉપસ્થિતિમાં ભાજપના મોભીઓ પ્રમુખ દિલીપ નરસીંગાણી, હરિસિંહ રાઠોડ, મહેશભાઈ સોની, ચંદનસિંહ રાઠોડ, રવિ નામોરી, ઈકબાલ ઘાંચી, ખેંગાર રબારી, ગોરધન રૂડાણી, દિનેશ રૂડાણી, સ્વાતીબેન ગોસ્વામી, લતાબેન, લીલાબેન મહેશ્વરી, શાન્તાબેન આહિર, રાજેશ પટેલ, દિનેશ નાથાણી વિગેરેની ઉપસ્થિતિમાં જયસુખભાઈ પટેલને દિનેશ ગોવિદે દરખાસ્ત મુકી હતી. જયારે ઉપપ્રમુખ પદે સંધ્યાબેન પલણના નામની દક્ષાબેન બારૂએ દરખાસ્ત મુકી હતી. આવતીકાલે સામાન્ય સભામાં બંને બિનહરીફ જાહેર થશે તેવી વકી છે. ઉપરાંત કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા, ન્યા. ચેરમેન લીલાબેન મહેશ્વરી થાય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હંસાબા હરિસંગજી જાડેજા, ઉત્પલસિંહ જાડેજા સહિત અન્ય દાવેદારોને ફરી અઢી વર્ષ બાદ કોઈ મહત્વના પદ મળે તેવું ચર્ચાઈ રહ્યું છે. ભાજપના હોદેદારોએ જય જયકાર કરી ભારત માતાજી જય બોલાવીને વરણીને વધાવી લીધી હતી. જયસુખભાઈ પટેલે કહ્યું કે, દરેકને સાથે રાખીને તાલુકાના દરેક ગામનો સર્વાંગી વિકાસ થશે. કોઈ ભેદભાવ વગર માત્ર લોકોની સુખાકારી માટે ટીમ ભાજપ કાર્ય કરશે. ના.તા.વિ. અર્જુનભાઈ દેસાઈએ કાર્યવાહી હાથ ધરી હતી.