નખત્રાણામાં પાટીદાર સમાજની સેવાને સો સો સલામ : સમાજનું કોવિડ કેર સેન્ટર દર્દીઓ માટે ઘરનો આશરો

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા એકમ દ્વારા ૧પ૪ બેડની કોવિડ હોસ્પિટલનો આદરેલો સેવાયજ્ઞ સરાહનીય : પ૦ ઓકિસજન બેડ સાથે ૧૦૪ આઈસોલેશન રૂમની કરાઈ વ્યવસ્થા : પ૦થી વધુ દર્દીઓ વર્તમાન સમયે લઈ રહ્યા છે સારવાર : સહયોગી દાતાઓ-સમાજના સ્વયં સેવકો, સેવાભાવી અગ્રણીઓ, સહિતનાઓએ સ્વયં ભુ ઝડપી લીધુ છે કોરોના દર્દીઓની સેવાનુ અનોખું બીડુુ : જુદી-જુદી વ્યવસ્થાઓ માટે ૭ સમિતિઓનું કરાયુૃં છે ગઠન

અબડાસા-લખપત અને નખત્રાણા વિસ્તારના કોરોનાના દર્દીઓને માટે પાટીદાર કોવિડ કેર સેન્ટર બની રહ્યું છે ઘરનો આસરો : ભુજ સહિતના સરકારી માળખા પર ઘટયું છે ભારણ

પૂર્વમાં લીલાશા ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ તો નખત્રાણામાં છે પાટીદાર સમાજ..! ગરીબોને આશ્રય સ્થાન મળ્યું અને કોરોના સામે લડવા માટે હીમંત પણ !

ગાંધીધામ : કોરોનાની મહામારીમાં બીજી લહેર હાહાકાર મચાવી દીધો છે. એકાએક જ કેસોમાં ઉછાળો આવી જતા સરકારની વ્યવસ્થાઓ પણ એકચોટ ભાંગી પડી હોય તેવી અવદશા ઉભી થવા પામી હતી અને લોકો ન માત્ર સંક્રમિત થતા વધતા ગયા બલ્કે સુવિધાઓના અભાવે મૃત્યુ પણ થતાં હોવાની ઘટનાઓ બનતી જોવાઈ હતી. આવામાં સરકારની વહારે કહી કે પછી દર્દીઓને માટે મોટી હાશકારારૂપ સ્થિતી કચ્છની સખાવતી-સેવાભાવી સંસ્થાઓ આગળ આવી અને અદભુત સેવાઓ કોરોના દરમ્યાન શરૂ કરી દીધી છે. આવી જ એક સંસ્થા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણામાં પાટીદાર કોવિદ કેરના નામથી કોરોનાના દર્દીઓ માટે મોટી રાહતરૂપ સેવાનો યુદ્ધના ધોરણે આરંભ કરી દીધો છે. અબડાસા-લખપત અને નખત્રાણા તાલુકાના દર્દીઓને કોરોનાની સારવાર માટે ભુજનો ધક્કો તો બચે જ બચે પરંતુ સામાન્ય રીતે પણ દર્દીને ખુદના ગામ-શહેર કે સ્થાનિકે રોગ-બીમારીની સારવાર મળી રહે તો આમેય પણ દર્દી ઝડપથી જ સાજો થઈ જતો હોવાની સમજ ફેલાયેલી છે એટલે નખત્રાણામાં પાટીદાર સમાજ દ્વારા શરૂ કરવામા આવેલા કોવીદ કેર સેન્ટર અહી આવતા દર્દીઓને માટે ઘરના આશરાસમાન જ બની રહ્યુ છે. પાટીદાર કોવિદ કેરના પીઆરઓ શ્રી નાકરાણીભાઈની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ ક્હયુ હતુ કે, અખીલ કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સંચાલિત આ કોવિદ કેરમા ૧પ૪ બેડની મંજુરી મળવા પામી છે. જે માટે સમાજના છાત્રાલયને ખાલી કરાવી અને અહી પ૦ ઓકિસજન બેડ સાથેના કુલ્લ ૧પ૪ રૂમોમાં કોવિદ કેરની સેવા શરૂ કરી દેવામા આવી છે. આજે ચોથા દીવસે પ૦ જેટલા દર્દીઓ અહી સારવાર લઈ રહ્યા છે. ઓકિસજન સપ્લાય નિયમિત અહી મળવા પામી રહ્યુ છે. હાલમાં અહી બે ડોકટર એમબીબીએસ બાર-બાર કલાકની સેવા કરી રહ્યા છે અને તેઓની સાથે ૧ર જેટલા નર્સીગ સ્ગાફ અને વોર્ડબોય સેવા આપી રહ્યા છે. સંસ્થા તરફથી જ દર્દીઓને ભોજન-ચા નાસ્તા, દુધ-ફ્રુટ-ઉકાળા સહિતની સરકારની ગાઈડલાઈન અનુસારની વ્યવસ્થાઓ પણ પુરી પાડવામા આવી રહી છે. આમ પશ્ચીમ કચ્છના ત્રણ જેટલા તાલુકાના દર્દીઓને માટે પાટીદાર કોવિદ કેર સેન્ટર આર્શીવાદરૂપ પુરવાર થવા પામી રહ્યુ છે.

નખત્રાણાના ડે.કલેકટર-ડોકટરની નિભાવે છે બેવડી સેવા

શ્રી મેહુલ બરાસરા છે એમબીબીએસ તબીબ : પાટીદાર કોવિડ કેરમાં તેઓ બન્ને ભૂમિકાઓ ભજવતા હોવાનો થાય લાભ : સંસ્થાના મોભી અને અગ્રણી હોદેદ્દાર ડો.શાંતીલાલભાઈ સેંધાણી પણ તબીબ હોવાથી આ કોવીડ કેરમાં સ્વયંભુ બજાવી રહ્યા છે તબીબ તરીકેની પણ સેવા

ગાંધીધામઃ નખત્રાણાના પાટીદાર કોવિડ કેરમાં સરકાર દ્વારા તો બે એમબીબીએસ તબીબ ફાળવાયા જ છે પરંતુ આ વિસ્તારના દર્દીઓને માટે રાહતરૂપ વાત એ પણ છે કે, અહીના ડે.કલેકટરશ્રી મહેુલ બરાસરા ખુદ એમબીબીએસની ઉપાધિ ધરાવી રહ્યા છે. એટલે વહીવટીતંત્રની કક્ષાએ તો તેઓ રૂટીન મુલાકાતો લઈ અને મદદરૂપ થઈ જ રહ્યા છે પરંતુ પાટીદરા કોવિડ કેરમાં તેઓ સાથોસાથ જ એક તબીબ તરીકે પણ રાઉન્ડ લેતા હોવાથી દર્દઓને માટે તેઓની બેવડી સેવાનો સ્વયંભુ અહી લાભ મળવા પામી રહ્યો છે. આ ઉપરાંત પાટીદાર સમાજના મોભી અને નખત્રાણાના પ્રખ્યાત તબીબ એવા ડો.સેંઘાણી પણ અહી તબીબ તરીકે જ વિશેષ ઉપયોગી થવા પામી રહ્યા છે. આ તબીબો બે ટાઈમ ખુદ વિજિટ લેતા હોવાથી દર્દીઓની સારવારમાં તેઓ પણ મદદરૂપ જ બની રહ્યા છે.

પાટીદાર કોવિડ કેર માટે સમાજે ર૦ લાખની ફાળવી દીધી છે માતબર રકમ

ગાંધીધામ : કોવિડ કેર સેન્ટર શરૂ કરવા તે કોઈ નાની સુની વાત નથી, તેને જાળવવા માટે દેનિક વિશાળ ખર્ચાઓ થતા હોય છે પરંતુ અખિલ ભારતીય કડવા પાટીદાર સમાજ કચ્છના એકમે નખત્રાણામાં કોવિડ કેર શરૂ કરવાને માટે ર૦ લાખનુ બજેટ ફાળવી દીધુ હતુ. હાલમાં પણ સરકારી રાહે જે દવાઓ દર્દીઓને મળી શકતી નથી તેદવાઓ સમાજ દ્વારા દર્દીઓને પુરી પાડવામ આવી રહી છે. અને તે માટે આજે પણ સમાજને દૈનિક ૩પથી ૪૦ હજારનો ખર્ચ થવા પામી રહ્યો છે.

કોવિડ કેરમાં સફાઈની જે મોટી ભૂમિકા : સમાજ સ્વખર્ચે રોજરોજ કરાવે છે સફાઈ

ગાંધીધામ : ૧પ૪ રૂમનું વિશાળ કોવિદ કેર કેટલુ મોટુ હશે તે સમજી શકાય તેમ છે. અહી હાલમા પ૦ રૂમો ઓકયુપાઈડ અવસ્થામાં છે ત્યારે કોવિડ જેવી બીમારીમાં સફાઈની ભૂમિકા પણ ખુબજ મહત્વની બની રહેતી હોય છે. હાલમાં પાટીદાર કોવિડ કેર ખાતે સફાઈ તદન ઉચિત રીતે થાય તે માટે ઉંચા દૈનિક ખર્ચા સાથે પણ અહી સફાઈ અભિયાનને પણ પ્રાથમિકતા જ આપવામં આવી રહી છે. સમાજ સ્વખર્ચે જ સંકુલ-રૂમો, પરિસર રોજરોજ સાફ-સફાઈ કરાવી રહ્યુ છે.

દર્દીનારાયણો માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા કરે છે સમાજ

ગાંધીધામ : કોવિડની બિમબારીમાં ડાયટ પ્લાનની પણ ખુબજ આવશ્યકતાઓ રહેલી છે. તેવામાં પાટીદાર કોવિડ કેરમાં દર્દીઓને સરકારની ગાઈડલાઈન અનુસાર જ સવાર-સાંજ ચા-નાસ્તો, ભોજન, ઉકાળા, જયુશ, સહિતની પુરતી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. દાતાઓના સહયોગથી આ તમામ વ્યવસ્થાઓ પાર પાડવામાં આવી રહી છે.

પાટીદાર કન્યા છાત્રાલયમાં ચાલતા કોવિડ સેન્ટરમા દાન સરવાળી વહી

નખત્રાણામાં પાટીદાર કોવિડ સેન્ટરમાં દર્દીઓને અપાતી સેવા

નખત્રાણા : પાટીદાર કન્યા છાત્રાલય મધ્યે ચાલતા પાટીદાર કોવિડ સેન્ટરમાં દર્દીઓને અપતાની સેવાની નોંધ લઈ દાતાઓ દ્વારા દાનની સરવાણી વહવામાં આવી હતી. જેમાં બે લાખ છાભૈયા પરિવાર હ. ધનજીભાઈ છાભૈયા (બેંગ્લોર), એક લાખ દામોદરભાઈ (કચ્છી) ભાવાણી (સુરત), ૧,૧૧,૧૧૧ શાંતાબેન રતિલાલ ભીમાણી (દેવપર), પ૧,૦૦૦ સ્વ. ગંગદાસભાઈ નાનજીભાઈ સોમજીયાણી (વિરાણી મોટી (હા. હૈદરાબાદ), શાકભાજીના દાતાઓ ભીમજી હંસરાજ રામાણી (નખત્રાણા), બાબુભાઈ દેવજી ધનાણી (નખત્રાણા), બાબુભાઈ દેવજી ધનાણી, ભીમજીભાઈ હંસરાજ રામાણી, ફીઝ પ્રવીણભાઈ સામજી ધનાણી, ડસ્બીન-૬ છગનભાઈ ખેતાભાઈ ધનાણી તરફથી દાન મળ્યું હતું. નખત્રાણા નેચર કલબના યુવાનો દ્વારા સેન્ટરની રૂબરૂ લઇને રૂ. ૬૧૦૦૦નું દાન કેન્દ્રીય સમાજને આપવામાં આવ્યું હતું. કોવિડ સેન્ટરની કાર્યરત ટીમ સાથે નખત્રાણા પ્રાંત અધિકારી ડો. મેહુલભાઇ બરાસરા, પાટીદાર કેન્દ્રીય સમાજના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. સેંઘાણી, છગનભાઇ રૈયાણી, પ્રવીણભાઈ ધોળું, પ્રવીણભાઈ ધનાણી, ઈશ્વરભાઈ ભગત, પીઆરઓ નૈતિક પાંચાણી સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

નખત્રાણામાં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલીત પાટીદાર કોવિડ કેર સેન્ટરની સમિતિઓ

કોવિડ સેન્ટરના મુખ્ય સમિતિ :- ડો. શાન્તિલાલ મેઘજીભાઈ સેંઘાણી, પ્રવિણભાઈ નારણભાઈ ધોળુ, છગનભાઈ માવજીભાઈ રૈયાણી, છગનભાઈ ખેતાભાઈ ધનાણી, પ્રવિણભાઈ સામજીભાઈ ધનાણી, સુરેશભાઈ ઈશ્વરલાલ કાનજીયાણી. કારોબારી સમિતિ :- ભરતકુમાર જીવરાજભાઈ સોમજીયાણી, નવિનભાઈ હરીભાઈ ચોપડા, મંગલભાઈ પુંજાભાઈ કેશરાણી, જયસુખભાઈ હરિભાઈ ડાયાણી, નયનાબેન ધીરજભાઈ પટેલ, દિલીપભાઈ દેવજીભાઈ નરસેંઘાણી પ્રચાર પ્રસાર સમિતિ :- શાન્તીલાલ પ્રેમજીભાઈ નાકરાણી, નૈતિકકુમાર વિશનજીભાઈ પાંચાણી ભોજન વ્યવસ્થા સમિતિ :- સામજીભાઈ રામજીભાઈ લીંબાણી, જવેરભાઈ શાન્તીલાલ કેશરાણી, નરશીભાઈ સામજીભાઈ પોકાર, કિશોરભાઈ કાન્તીલાલ નાયાણી, ભીમજીભાઈ હંસરાજભાઈ રામાણી, કરશનભાઈ વેલજીભાઈ લીંબાણી લાઈટ/પાણી વ્યવસ્થા સમિતિ :- કાન્તીલાલ ગોવિંદભાઈ નાથાણી, ભાણજીભાઈ ધનજીભાઈ જબુવાણી, ભૂપેશભાઈ દેવરામભાઈ રામાણી સફાઈ વ્યવસ્થા સમિતિ :- શૈલેષભાઈ ગોપાલભાઈ પોકાર, ભરતભાઈ પ્રેમજીભાઈ રૈયાણી ફંડ સમિતિ :- બાબુભાઈ દેવજીભાઈ ધનાણી વગેરે સેવા આપી રહ્યા છે.