નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જાે આપવાના નિર્ણયને આવકારતા સાંસદ વિનોદભાઈ ચાવડા

0
29

નખત્રાણા : નખત્રાણાની વર્ષો જૂની માંગણી અને વાસ્તવિક જરૂરિયાતને લક્ષમાં લઈ ગુજરાત સરકારે નખત્રાણાને નગરપાલિકા નો દરજ્જાે આપવાની જાહેરાત કરી છે.
ગુજરાત સરકારના ર્નિણયને આવકરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકા વિસ્તાર ખુબજ મોટો છે. લખપત અને અબડાસા તાલુકાનાં ઘણા બધા ગામડાઓનું ખરીદી સેન્ટર નખત્રાણા છે. નખત્રાણાના જન પ્રતિનિધિઓની વર્ષો જૂની માંગ હતી. નખત્રાણાને નગરપાલિકા દરજ્જાે મળે તે માટે તેમના તરફથી પણ લેખિત – મૌખિક ગુજરાત સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. સાંસદે આ નિર્ણય બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત રાજ્યનાં મંત્રી તથા કચ્છનાં પ્રભારી કીર્તિસિંહ વાઘેલાએ નખત્રાણા મધ્યે જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે નખત્રાણાને વિકાસની ભેટ આપવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.