નખત્રાણાના મોટી અરલની સીમમાં પવનચક્કીનું કામ અટકાવી મજૂરોને મરાયો માર

નખત્રાણા : તાલુકાના મોટી અરલની સીમમાં અદાણી કંપનીની પવનચક્કીના ચાલતા કામ દરમિયાન એક સ્થાનિક શખ્સે કામ અટકાવીને મજૂરોને માર મારતા નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસ મથકે દિપકભાઈ ભગવાનભાઈ સારવાલિયાએ મોટી અરલના પ્રવીણસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી અદાણી કંપનીની પવનચક્કીમાં નોકરી કરે છે. મોટી અરલની સીમમાં કંપનીની પવનચક્કીની ચાલતી કામગીરી દરમિયાન આરોપીએ કામ બંધ કરાવી મજૂરોને ભુંડી ગાળો આપી ધકબુશટનો માર માર્યો હોત. જેમાં શંભુલાલ જીયાજી ગીગરિયાને ઈજાઓ થતાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને પગલે નખત્રાણા પોલીસ મથકે ગુનો નોંધાતા આગળની તપાસ હાથ ધરાઈ છે.