નખત્રાણાના બાંડિયારાની સીમામાં પવનચક્કીના વાયરે મોરનો લીધો ભોગ

નખત્રાણા : તાલુકાના બાંડિયારા ગામના સીમાડામાં પવનચક્કીના વાયરથી રાષ્ટ્રીય પક્ષી મોરનો ભોગ લેવાયો હતો. ઉખેડા ફીડર સમીપેથી મોરનો મૃતદેહ મળી આવ્યો હતો. અગાઉ પણ આ વિસ્તારમાં મોર સહિત પશુ-પક્ષીઓના વીજ કરંટથી મોત થયા હોવાના અહેવાલો ઉજાગર થઈ ગયા છે. ગામના મામદભાઈ સંઘારના જણાવ્યા પ્રમાણે ગામના સીમાડામાં અનેક મોર પરિવાર સાથે વસવાટ કરે છે. સુઝલોન કંપનીના પવનચક્કીના વાયરમાં અથડાઈને મોરને મોત આંબી ગયું હતું. બનાવને પગલે વન વિભાગનું પણ ધ્યાન દોરાયું છે. આ પંથકમાં અવાર નવાર બનતી ઘટનાઓ ચિંતા જનક છે. આ અંગે પગલાં લેવાય તે જરૂરી છે.