નકારાત્મક વિચારધારામાંથી બહાર આવી ચુસ્ત,મસ્ત અને સ્વસ્થ બનીએ: શ્રી અવિનાશ જોશી

કોરોના મહામારી તો ઠીક આજે મેં માનવ મન ને હારતા જોયો છે, વાઇરસ મારે કે ના મારે પણ ખોટા અજંપાથી માણસને મરતા જોયો છે . કોરોના મહામારી ને તો આપણે ચોક્કસ ભગાડીશું પણ અત્યારે જરૂર છે આપણા માનસ પર તાંડવ કરતી આ નબળાઈ અને  ચિંતા પર વિજય મેળવવાની. ખોટી ચિંતા કે ખોટા ભય થી કંઈ નથી થવાનું. પણ, જો હિંમતથી અને હસતા મુખે આ સમયનો સામનો કરશું અને જરૂરી સારસંભાળ અને દરકાર રાખીશું ને તો ખરેખર કાલનો સૂરજ નવી જ સવાર નવી જ રોશની અને નવી જ ઊર્જા લઈને ઉગશે. સંત શ્રી ત્રિકમદાસ બાપુ તેમજ કથાકાર શ્રી અવિનાશ જોશી પણ પોઝિટિવ એપ્રોચને આ સમયમાં મહત્વની ઔષધિ તરીકે વર્ણવતા જણાવે છે કે, નકારાત્મક વિચારધારા માંથી બહાર આવીએ અને સચેત તેમ જ સાવચેત બનીએ તમામ ગાઈડલાઈન નું પાલન કરીએ.બિનજરૂરી બહાર જવાનું ટાળીએ તેમજ ખોટી અફવાઓથી પર રહીએ. શરીરને તંદુરસ્ત રાખશું તો કદાચ કોરોના થઈ જશે તો પણ ઝડપથી સાજા થઈ જવાશે બસ જરૂર છે તો આપણું મનોબળ મક્કમ રાખવાની આપણા બાળકો અને પરિવારનું ધ્યાન રાખીએ તેમજ ચુસ્ત,મસ્ત અને સ્વસ્થ રહીને સકારાત્મક વિચારધારા ને મનમાં સ્થાન આપીએ. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હવે યુવાનો માટે સરકાર રસીકરણ  નો પ્રારંભ કરી રહી છે ત્યારે દરેક યુવાન પોતાની ફરજ બજાવી રસી લે જેથી આપણે કોરોના ને જાકારો આપી શકીશું ને થોડાજ સમયમાં આપણે ફરી આપણું જીવન સામાન્ય રીતે જીવી શકીશું.