સૌથી વધુ ધ્રોલ કેન્દ્રનું ૯૧.૬૦ ટકા જ્યારે સૌથી ઓછું બોડેલી કેન્દ્રનું ર૭.૧૯ ટકા પરિણામ

 

 

રાજકોટ જિલ્લાનું સૌથી વધુ ૮૪.૪૭ ટકા : છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ ર૯.૮૧ ટકા પરિણામ : એ-૧ ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા રપ૪

 

 

(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – ર૦૧૯માં લેવાયેલી ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહનું આજે ૭૧.૯૦ ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭ર.૦૧ ટકા આવતાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૩ ટકા આવ્યું છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – ર૦૧૯માં રાજ્યના ૧૩૯ કેન્દ્ર અને પેટા કેન્દ્રો પરથી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં  ૧,૪૭,૭૮૯ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ૧,૪૬,૮૦૮ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. આ સંખ્યામાં વર્ષ ર૦૧૮-૧૯ના નિયમિત વિદ્યાર્થીઓ ૧,ર૪,૬૯૪ નોંધાયેલ હતા તે પૈકી ૧,ર૩,૮૬૦ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી ૮૯,૦૬૦ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. આમ રાજ્યનું ધો.૧ર વિજ્ઞાન પ્રવાાહનું પરિણામ ૭૧.૯૦ ટકા આવેલ છે.

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરતાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષે જણાવ્યું હતુ કે, ઉર્તીણ થનાર વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૩ ટકા છે. જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭ર.૦૧ ટકા છે.

રાજ્યમાં  ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ પરીણામ ૯૧.૬૦  ટકા આવ્યું છે તો સૌથી ઓછુ બોડેલી કેન્દ્રનું ર૭.૧૯ ટકા આવ્યું છે. રાજકોટ જિલ્લાનું સૌથી વધુ ૮૪.૪૭ ટકા અને સૌથી ઓછુ છોટાઉદેપુર જિલ્લાનું પરીણામ ર૯.૮૧ ટકા આવ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે રાજ્યમાં ૧૦૦ ટકા પરીણામ  ધરાવતી શાળાઓની સંખ્યા ૩પ છે જ્યારે ૧૦ ટકા કરતાં ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૪૯ છે.

એ-૧ ગ્રેડ માં પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા રપ૪ છે. જ્યારે એ-ર ગ્રેડમાં પાસ થનાર વિદ્યાર્થીઓની સખ્યા ૩૬૯૦છે. માધ્યમવાર પરિણામ જોઈએ તો ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમનું પરીણામ વધુ આવ્યું છે. અંગ્રેજી માધ્યમમાં પાસ થનાર ઉમેદવારોનું પરીણામ ૭પ.૧૩ ટકા છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૧.૦૯ ટકા છે. એ ગ્રુપ માં પાસ થનાર વિદ્યાર્થીઓનું પરિણામ ૭૮.૯ર ટકા છે. જ્યારે બી ગ્રુપમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું પરીણામ ૬૭.ર૬ ટકા છે. અને એ-બી ગ્રુપમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું પરિણામ ૬૪.ર૯ ટકા આવ્યું છે. ર૦ ટકા પાસીંગ સ્ટાન્ડર્ડના લાભ સાથે પાસ થનાર દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા  ૪૭ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here