ધો.૧ર ગુજરાત બોર્ડની પરીક્ષા રદની શિક્ષણપ્રધાને કરી સત્તાવાર જાહેરાત : ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ યોજીને આપી માહીતી

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા આજ રોજ કેબીનેટ બેઠક યોજી ચર્ચા વિચારણા કરી અને જે રીતે કેન્દ્ર સરકારે સીબીએસસીની ધો.૧રની પરીક્ષાઓ રદ કરી દીધી તે બાદ ગુજરાતની બોર્ડની પરીક્ષાઓ પણ રદ કરવાનો નીર્ણય લીધો છે.  મંત્રીઓ અને અધિકારીઓની યોજાયેલી બેઠક બાદ સીએમ સહિતનાઓએ મંત્રીની અલાયદી બેઠક યોજી હતી અને આ બેઠકમાં ચર્ચાઓ થયા બાદ રાજયના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ યોજી અને માહીતી આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, ર૩મી મેના રોજ ધો.૧રની પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારના ૪ સિનિયર મંત્રીઓની હાજરીમાં ઓનલાઈન મીટીગનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને દેશના બધા જ શિક્ષણમંત્રીઓ તેમા હાજર હતા. અને દરેક રાજયોના મંતવ્યો પુછાયા હતા. આપણે પણ જે તે સમયે સમય અનુસાર મંતવ્ય આપ્યુ હતુ. ગઈકાલે પીએમશ્રીએ ધો. ૧ર સીબીએસસીની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે તેના અનુસંધાને આજે મળેલી કેબીનેટમાં માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ગઈકાલે પીએમશ્રીએ લીધેલા નિર્ણયની ચર્ચા થઈ છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. બોર્ડની પરીક્ષાની આગળની કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામા આવશે તેને અનુસરીને ગુજરાત બોર્ડ પણ આગળની કાર્યવાહી કરશે. આગામી જુન૭મીથી નવુ સત્ર શરૂ થાય છે તે ઓનલાઈન જ શરૂ કરવામાં આવશે. કોરોનાના લીધે ગત વખતે રપ ટકા ફી માફ કરવામા આવી હતી આ વખતે પણ આ વિષયને લઈને કાર્યવાહી ચાલુમાં જ છે.