ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 1થી 16 જુલાઈ દરમિયાન લેવાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10 રીપીટર અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10 રીપીટર અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. ધો.12 ની પરીક્ષાના કાર્યક્રમ અનુસાર 1 જુલાઇથી પરીક્ષા શરૂ થશે જેમાં એક જુલાઈએ ભૌતિક વિજ્ઞાનનું પેપર હશે જ્યારે 3 જુલાઇએ રસાયણ વિજ્ઞાન, 5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર, 6 જુલાઇએ ગણિતનું પેપર, 8 જુલાઇએ અંગ્રેજીનું પેપર, 10 જુલાઇએ ભાષાના પેપર લેવાશે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવાશે. ગુજરાત સરકાર, ધોરણ12ના બોર્ડની પરીક્ષા આપનાર 18 વર્ષથી વધુ વયના તમામ વિદ્યાર્થીઓને વેક્સીન આપવા અંગે સક્રિય વિચારણા કરી રહી છે અને હેતુસર વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરાશે. વેક્સીનેશન ઝૂંબેશ હેઠળ ધોરણ12 અને ધોરણ10ની પરીક્ષામાં રીપીટ થનાર 10 લાખ વિદ્યાર્થીઓ પૈકી 6 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં 18 વર્ષથી વધુ વય જુથના તમામ વિદ્યાર્થીઓનો જિલ્લાવાર ડેટાનું એનાલિસીસ કર્યું છે. વેક્સીનના ઉપલબ્ધ જથ્થાને આધારે વિદ્યાર્થીઓને રસી અપાશે. રાજ્ય સરકારે, વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરવા માટે સહાય કરવાસમર્થન આપવા કેન્દ્ર સરકારને વિનંતી કરશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય અગાઉની એક્ઝામની જેમ 3 કલાકનો રહેશે. વિજ્ઞાન પ્રવાહના 100 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણના પ્રશ્નો વૈકલ્પિકએમસીકયુ ઓએમઆર પદ્ધતિના રહેશે અને 50 માર્કના પ્રશ્નો વર્ણનાત્મક રહેશે. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ જે અગાઉ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલી છે તે પદ્ધતિ રહેશે એટલે વિદ્યાર્થીએ જે પ્રમાણે અત્યાર સુધી તૈયારી કરી તે પ્રમાણે પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહમાં કુલ 100 માર્કના પ્રશ્નપત્રમાં તમામ પ્રશ્નો વર્ણનાત્મક રીતે લેવાશે. સામાન્ય પ્રવાહમાં પણ પ્રશ્નો પૂછવાની પદ્ધતિ એટલે કેે પ્રશ્નપત્ર સ્ટાઇલ પણ શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે સત્તાવાર જાહેર કરાય તે પ્રમાણેની રહેશે અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે. જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશેદરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ..પી.નું પાલન ફરજિયાત કરાશે.

ધોરણ 10 અને 12 નો પરીક્ષા કાર્યક્રમ

Press note for exam time table 2021