ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષા નિયત કાર્યક્રમ મુજબ જ યોજાશે

(જી.એન.એસ.)ગાંધીનગર,કોરોનાની મહામારી વચ્ચે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ની તારીખમાં ફેરબદલી કરવામાં આવી છે. તેવો પરિપત્ર સોશિયલ મીડિયા પર થયો વાયરલ થયો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શિક્ષણ બોર્ડના લેટર પર પરીક્ષા જૂન માસમાં યોજાશે તેવો લેટર થયો ફરતો થયો હતો. બીજી તરફ રાજ્યના શિક્ષણ બોર્ડ આ લેટર ફેક હોવાનો કર્યો દાવો, શિક્ષણ બોર્ડ કોઈ પરીક્ષાની તારીખ માં ફેરબદલી કરી નથી.આગાઉ શિક્ષણ બોર્ડ દ્રારા નક્કી કરેલા બોડની પરીક્ષા ના ટાઈમ ટેબલ હેઠળ પરીક્ષા લેવાશે, બોર્ડ વાલીઓ અને વિધાર્થીઓ ને કરી અપીલ કોઈ ફેક લેટર પર વિશ્વાસ કરવો નહીં પરીક્ષાની તારીખમાં કોઈ ફેરબદલી કરવામાં આવી નથી. કોરોનાની મહામારી વચ્ચે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનો ફેક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે અંગે શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ લેટર ફેક ગણાવ્યો છે.શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાની તારીખો અંગે કોઇએ બોગસ મેસેજ બનાવીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. પહેલી એપ્રિલનો મેસેજ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયાસ કરેલ છે. તેમજ ગેરમાર્ગે દોરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે. ત્યારે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ ૧૦ એપ્રિલથી ૨૫ એપ્રિલ દરમ્યાન લેવામાં આવશે.