ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓની પહેલી જુલાઈથી યોજાશે પરીક્ષા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થીઓના હિતાર્થે મહત્વપૂર્ણ નિર્ણય : ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષા અંગે ખુલ્યુ સસ્પેન્સ

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ૧ર બોર્ડની પરીક્ષા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં પરીક્ષાના આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા કરીને આગામી પહેલી જુલાઈથી ધોરણ 12 બોર્ડની પરીક્ષા યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધોરણ ૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી પહેલી જુનથી યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ ૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચાવિચારણા બાદ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સમગ્ર રાજ્યમાં ૧ લાખ ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ લાખ ૪૩ હજાર વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળીને કુલ ૬ લાખ ૮૩ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી ધોરણ ૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં કોવિડ૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને બેઠકમાં સૂચનાઓ આપી હતી. બેઠકમાં પરીક્ષા અંગે વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી. જેમાં કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ એસઓપીના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજવાનું નક્કી કરાયું છે. દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ૧માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગરમાં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે. સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે અને કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે. કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન, સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે. એટલું નહિ, પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,  શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ .જે. શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.