ધોરડો જુથ ગ્રા.પં. ગામોને મહેસુલી દરજ્જાેને આપી સેટલમેન્ટ પૂર્ણ કરવામાં આવે

ધોરડો સરપંચે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી

ભુજ : ધોરડો જુથ ગ્રામ પંચાયત ગામોને મહેસુલી દરજ્જાે આપી સેટલમેન્ટ પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ધોરડો જુથ ગ્રામ પંચાયતના સરપંચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી માંગ કરી છે.

સરપંચ મીયાહુસેન ગુલબેગ મુતવાએ રજૂઆત કરતા જણાવ્યું કે, ૧૯પપના નોટીફીકેશનના કારણે બન્ની વિસ્તારને પ્રોટેકટેડ ફોરેસ્ટ તરીકે જાહેર કર્યા બાદ આ વિસ્તારમાં રેવન્યુ અને ફોરેસ્ટ વચ્ચેના ગૂંચવાડા રહ્યા છે. આજ દિવસ સુધી એટલે કે લગભગ ૬પ વર્ષ બાદ પણ તેની અમલવારી શકય બની નથી અને શરૂઆતથી જ મહેસુલ વિભાગ હસ્તક બન્નીનો કબજાે છે. ઉકત સંજાેગો વચ્ચે પણ, રાજ્ય સરકારના હકારાત્મક અભિગમના કારણે બન્ની વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. ઉપરોકત બાબતે બન્ની વિસ્તારના ગૂંચવાડા બાબતે ભૂતકાળમાં ઘણી મીટીંગો અને મૌખિક-લેખિત રજૂઆતો પણ થયેલી છે.

ધોરડો જુથ ગ્રામ પંચાયતના સર્વે ગ્રામજનોનું દ્રઢપણે માનવું છે કે જાે બધા બન્ની વિસ્તારના લોકોનો ત્યાં રહેતા સર્વે માલધારીઓનો, આવનારી પેઢીનો, પશુધનનો લાંબા ગાળાનો સુખ શાંતિ પૂર્વકનો વિકાસ ઈચ્છતા હોઈએ તો વન અધિકાર કાયદાનો અમલ બન્નીમાં થવો જાેઈએ નહી અને તે માટે જ હજી સુધી સર્વે આ અંગેનો વિરોધ કરતા આવ્યા છીએ. વન અધિકાર અંતર્ગત સામુહિક અધિકારો આ વિસ્તારની શાંતિમાં ભંગ કરશે અને ઝઘડા અને તકરારોનું મૂળ બનશે. છેલ્લે ર૦૧૮માં બન્ની પશુ માલધારી સંગઠન દ્વારા, બન્ની વિસ્તાર બાબતે નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં પીટીશન દાખલ કરવામાં આવેલ જેનો ચુકાદો તાજેતરમાં આવી ગયેલો છે અને પીટીશન ઙ્ઘૈજર્જીઙ્ઘ થયેલી છે. જેથી હવે આ મેટર સબ-જ્યુડીસિઅસ નથી.

ઉપરોકત નોટીફીકેશન જાહેર કરવામાં આવેલી ત્યારે ફકત ચતુર્દીશા આપી આ વિસ્તારને જાહેર કરવામાં આવી. જે-તે વખતે કોઈ પણ જાતની માપણી કરવામાં આવી નથી. ક્ષેત્રફળ પણ એકદમ અંદાજીત છે. આજ દિવસ સુધી કોઈ સેટલમેન્ટ થયેલું નથી. ત્યારબાદ ફાયર સર્વે તરીકે કામ ચલાઉ રીતે કાર્ય આગળ વધેલી અને ત્યારબાદ અલગ અલગ સમયે અલગ અલગ રીતે માપણી કરવામાં આવેલી છે. ૧૯પપથી લઈ આજ દિવસ સુધીમાં ભૌગોલિક અને સ્થાનિકે પણ ફરક છે. બન્નીમાં ૪૮ ગામો, ૧૯ પંચાયતો અને અંદાજે ૪૦,૦૦૦ની વસ્તી અને ૧૦,૦૦૦ કુટુંબ વસવાટ કરે છે.

ધોરડો જુથ ગ્રામ પંચાયતના ગામોને રેવન્યુ ગામ તરીકે સમાવિષ્ટ કરીને પૂર્ણ મહેસુલી દરજ્જાે આપવામાં આવે, ગામોની હદ ચલ, ગૌચરની જમીન, ભવિષ્યના વિકાસ માટેની જમીન, ઘાસના હાલના પ્લોટોની જમીન પણ ગામમાં સમાવવામાં આવે, ભૂતકાળમાં થયેલી માપણીને ધ્યાનમાં લઈ ગામની હદો નિયમિત કરવામાં આવે. જ્યાં કોઈ પણ તકલીફ હોય તેનું કાયમી સેટલમેન્ટ કરવામાં આવે. પશુધન માટે ચરિયાણની પણ કાયમી વ્યવસ્થા કરવામાં  આવે અને તે માટે કુટુંબ દીઠ ર૦ એકર જમીન આપવામાં આવે, હયાત ઘર, મકાન, શેરી, ફળિયા, કોમ્યુનીટી હોલ, સ્કુલ વગેરેને કાયદેસરનો દરજ્જાે આપવામાં આવે. સરકાર તરફથી આપવામાં આવતી વ્યકિતગત યોજનાઓનો લાભ આપવામાં આવે, ૧૯પપના નોટીફીકેશનની ૬પ વર્ષ પછી પણ અમલવારી થઈ નથી જેથી તેને રદબાતલ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ટુંકમાં રેવન્યુ ગામને લગતા તમામ લાભો, સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ જે અન્ય ગામોને મળી શકે તેવા આપવામાં આવે.  આ કાર્ય કરવાથી જ ‘‘બન્ની બની રહેશે અને અખંડ રહેશે’’ સુલેહ, ભાઈચારો અને શાંતિ જળવાઈ રહેશે. કોમી સંવાદિતા જળવાઈ રહેશે.