ધુળેટીના દિવસે જાહેર ઉજવણી અને સામુહિક કાર્યક્રમ પર પ્રતિબંધ : જિલ્લામાં હોળી તહેવારને અનુલક્ષીને જાહેરનામું પ્રસિધ્ધ

તા.૨૮મી માર્ચ-૨૦૨૧ના હોળીના તહેવાર તથા તા.૨૯મી માર્ચ-૨૦૨૧ના ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્ય સંજોગોમાં હોળી-ધુળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો તથા રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા છે. આથી, રાજયમાં હાલમાં પ્રવર્તમાન કોવીડ-૧૯ ની પરિસ્થિતિ ધ્યાને લેતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે-સાથે ધાર્મિકવિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી-દહનના કાર્યક્રમ દરમ્યાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. વધુમાં ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામુહિક કાર્યક્રમને મંજુરી આપી શકાશે નહીં.

        ઉકત સુચનાનું ચુસ્તપણે અમલ થાય તે અંગે જરૂરી તકેદારી રાખવા અને સુચનાઓનો ભંગ કરનાર વિરૂધ્ધ નિયમાનુસાર કાયદેસરના પગલા લેવા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી.કે., કચ્છ-ભુજ દ્વારા જાહેરનામામાં જણાવ્યું છે.