ધાણેટી નજીક બોલેરો ચાલકે મોટર સાયકલને અડફેટે લીધી


ભુજ : તાલુકાના ધાણેટી ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે મોટર સાયકલને અડફેટે લીધી હતી. જેમાં ચાર લોકોને ઈજાઓ થઈ હતી. ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં ખીમજી ભુરાભાઈ ભીલે આપેલી કેફીયત મુજબ ધાણેટી તરફ જતા રોડ પર મોટર સાયકલ પર જતા રોહિતભાઈ પપ્પુભાઈ ભીલ, સંજય ભીલ, લાલજી હિરા ભીલ, સાજન પ્રાગજી ભીલ (રહે. ચારેય ધાણેટી)ને અજાણ્યા બોલેરો ચાલકે અડફેટે લીધા હતા. જેમાં ચારેયને ઈજા થતા ભુજ જી.કે. જનરલ દાખલ કરવામાં આવ્યા હતા.