ધંધાવાળાઓના વહીવટદાર અમદાવાદના રાજુના કચ્છમાં ફરી ધામા : જુગાર-દારૂ-તેલચોરો ગેલમાં

  • સી..સ…સ..કોઈને કહેતા નહીં…

ભુજના પદ્વર વિસ્તારમાં ગંઢેર સુધી લાખોનો દારૂ પહોંચ્યો કયાથી ? પૂર્વ કચ્છના જ કોઈને કોઈ પોલીસ મથકની હદમાંથી જ પહોચ્યો હશે..? પૂૃર્વ કચ્છએસપીએ સબંધિત મથકોના લેવા જોઈએ પુછાણા..!

આ વહીવટદાર રાજુ કયા ઉચ્ચ અધિકારીનો છે માણસ ? શુ હકીકતમાં રાજુ મારફતે કરોડોના વહીવટ કરવાથી ધંધા કરવાની મળી શકે છે છુટ ? : કયા ઉચ્ચ અધિકારીના નામે વહીવટદાર રાજુ કચ્છમાં ફિલ્મ ચલાવે છે ? : કંડલા એ.ઓ. બિલ્ડીંગ આસપાસ-સામેની હોટલોમાં રાજુના છે ડેરાતંબુ : કોણ આ રાજુની કરે છે મહેમાન નવાજી ?

પૂર્વ કચ્છમાં એસપીશ્રી પાટીલે મોટા ભાગના ધંધાઓ પર બોલાવી દીધો છે સપાટો, મહદઅંશે ધંધાઓ થઈ ગયા છે સદંતર ઠપ્પ : તેવામાં ઉચ્ચ અધિકારીઓના નામે ચરી ખાનારા રાજુએ પૂર્વ કચ્છમાં ફરીથી જુગાર-દારૂ-તેલચોરી- સહિતના ધંધાઓ માટે માર્કેટીંગ શરૂ કર્યાની અટકળો તેજ

પૂર્વ કચ્છમાં ભ્રષ્ટ સિન્ડીકેટ સામે ઘણા-લાંબા સમય બાદ થઈ છે કડકાઈ : કારણ કે, સાહેબોના નામે નાણા લેવાતા હતા, તે નાણા લેનાર પોતાના ગજવામાં નાખી દેતા અને આવી જ બબાલમાં એક પીએસઆઈએ દવા પીધી કે પીવાનુ નાટક પણ કર્યુ, આ પ્રકારના ગંભીર બનાવ બનતા સાહેબો કડક થયાને ખોટી ખોટી બદનામી થાય તેના કરતા બધુએ બંધ કરી દેવાનુ જ મુનાસીબ મનાઈ ગયુ, હાલમાં ખરેખર સાવ બંધ જ છે : પણ આ વહીવટદાર રાજુ સામેથી બુટલેગરોને બોલાવી-બોલાવીને સંપર્ક કરતો હોવાની છે ચકચાર…!

કંડલા રોડ પર ટ્રકોમાંથી થતી ચોરીને પણ પોલીસે કંટ્રોલમાં લઈ લીધી હતી પરંતુ હવે આ રાજુ બધા ધંધાઓ શરૂ કરાવવા ફરી આવ્યો છે મેદાને : બુટલેગરોનો સામેથી સાધી રહ્યો છે સંપર્ક

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ધંધાઓ કરવાની છુટ સેકસન અને કરોડોના ઉચ્ચ અધિકારીઓ સાથે વહીવટ કરીને આપવામાં આવી રહી હોવાની હવા-માર્કેટીંગ હાલમાં ફરીથી ઉડવા પામી રહી હોવાનો ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે. કહેવાય છે કે, અમદાવાદનો વહીવટદાર રાજુ જે અગાઉ પણ કચ્છમાં ધંધાઓ અને ધંધાવાળાઓની સાથે સેટીગ માટે આંટાફેરા કરી ગયો હતો તેણે ફરીથી પાછલા અમુક દીવસથી કચ્છમાં પડાવ નાખ્યો છે. ધંધાવાળાઓ એટલે કે દારૂના બુટલેઘરો-જુગાર, તેલચોરો સહિતના અલગ અલગ ધંધાવાળાઓ પાસેથી ઉચ્ચ અધિકારીઓના નામે કરોડોના સેકસન લઈ અને ધંધાઓ ચલાવવાની છુટ આપવામા આવી રહી હોવાનુ માર્કેટીગ આ રાજુએ ગાંધીધામમા બેસીને શરૂ કર્યા હોવાની વાત સપાટી પર આવવા પામી રહી છે.રાજુના ગાંધીધામ પટ્ટામાં પડાવથી દારૂના મોટા બુટલેઘરો, જુગારીઓ, આંકડાના ધંધાર્થીઓ, તેલચોરો સહિતનાઓ ફરીથી ગેલમાં આવી ગયા હોવાનુ પણ મનાય છે. નોધનીય છે કે, પૂર્વ કચ્છમાં એસપીશ્રી મયુર પાટીલે મોટા ભાગના ધંધાવાળાઓની સામે કડક લાલઆંખ કરી હોવાથી અહી ધંધાઓ ઠપ્પ જેવી અવસ્થામાં જ છે. કુખ્યાત બુટલેઘરો ભુર્ગમમાં ઉતરી જવા પામી ગયા છે તેવામાં હવે આ રાજુ નામની બલા કયાથી ઉતરી આવી છે ? કયા ઉચ્ચ અધિકારીનો આ માણસ છે ? આવા સવાલો પણ અહી ઉભા થવા પામી રહ્યા છે. ઉચ્ચ અધિકારીના નામે ચરી ખાઈ રહ્યો છે ત્યારે જાણકારો પુછી રહ્યા છે કે, કયા ઉચ્ચ અધિકારીના નામે આ રાજુ ફિલ્મ ચલાવવા ફરી કચ્છમા ઉતરી આવ્યો છે ? અહી ધામા નાખ્યા છે.ગાંધીધામ શહેરમાં કંડલા એ.ઓ. બિલ્ડીગની સામેના ભાગમાં આવેલી હોટલોમાં રાજુના ડેરાતંબુ પડયા છે. ત્યારે જાણકારો એમ પણ પુછે છે કે, આવી આલીશાન હોટલમાં રોકાણ સહિતની રાજુની સવલતોના ખર્ચા કોણ ઉપાડે છે ? કોણ ભોગવે છે ?આ વહીવટદાર રાજુ કયા ઉચ્ચ અધિકારીનો છે માણસ? શુ હકીકતમાં રાજુ મારફતે કરોડોના વહીવટ કરવાથી ધંધા કરવાની મળી શકે છે છુટ?હવે જોવાનુ રહ્યુ કે, સ્થાનિકે કચ્છમાં હાલમાં ધંધાઓને લઈને જે શાંતિ સર્જાયેલી છે તે જળવાઈ રહેશે કે પછી ધંધાઓ ધમધમી ઉઠશે તેના પરથી રાજુની ઉચ્ચ અધિકારી નામે કચ્છમાં ચલાવાતી ફિલમની વાસ્તવીકતા પણ ખુલ્લી
પડી શકશે.