દ્વારકાઃ મકાનના કમ્પાઉન્ડમાં જ ગાંજાનું વાવેતર કર્યુ, ૬૨ કિલો સાથે ૩ની ધરપકડ

(જી.એન.એસ)દ્વારકા,દ્વારકાના નાગેશ્વર રોડ પરના રાણેશ્વર વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાનના મોટા ફળીયામાંથી ગાંજાનુ વાવેતર પકડી પાડી સુકો ગાંજો, લીલા છોડ સહિત રૂ.૬.૨૦ લાખના મુદામાલ સાથે વૃધ્ધ શખ્સને દબોચી લીધા હતા. આ સ્થળે રેઇડ કરી ત્યારે પોલીસની આંખો પણ ચકરાઇ ગઇ હતી. કારણ કે, અહિંયા તો જાણે ગાંજાનું આખું જંગલ જ ઉભું કરી દેવામાં આવ્યું હોય તેવો માહોલ હતો.દ્વારકાના નાગેશ્વર રોડ ઉપર આવેલા રાણેશ્વર વિસ્તારમાં આવેલ રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા બાલુભાઈ રાજાભાઈ ખાવડીયાના રહેણાંક મકાનમાં મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા વેળાએ સ્થળ પર પોલીસને મકાનના મોટા ફળીયામાં ગાંજાનુ વાવેતર કરવામાં આવ્યુ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. આથી પોલીસે રૂ. ૫.૬૭ લાખની કિંમતના ગાંજાના ૫૬.૭૮૬ ગ્રામ વજનના ૪૩ લીલા છોડ, રૂ. ૫૩,૧૪૦/ ની કિંમતના પાંચ કિલો ૩૧૩ ગ્રામ સુકો ગાંજો ઉપરાંત મોબાઈલ કબજે કર્યો છે. પોલીસે બાલુભાઇ ખાવડીયા (ઉ.વ. ૭૦)ની અટકાયત કરી વધુ તપાસ માટે દ્વારકા પોલીસને સોંપ્યો છે. આ ઘટનાએ આખા યાત્રાધામમાં ચકચાર જગાવી હતી.દ્વારકા જીલ્લાના એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ. જે.એમ. ચાવડા તથા પીએસઆઈ એ.ડી. પરમાર અને સ્ટાફ દ્વારા મોડી સાંજે ગ્રામ્ય પંથક સહિતના વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ ત્યારે પોલીસ ટીમને માદક પદાર્થ ગાંજાના સંગ્રહ વિશે ચોકકસ બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો.પ્રાથમિક પોલીસ પુછપરછમાં આરોપીએ અંગત સ્વાર્થ માટે આ કામ કર્યાનુ ખુલ્યુ હતુ.આરોપી રાજાભાઇ નિવૃત રેલ્વે કર્મચારી છે,નિવૃતિ બાદ અમુક નશાખોરોના રવાડે ચડી ગાંજો પીવાનુ શરૂ કર્યુ હતુ,પોતે પિતો અને અન્યને વેચવો હોવાથી હવે તેણે રહેણાંક મકાનના મોટા ફળીયામાં જ ગાંજાની ખેતી શરૂ કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ.
ઝ્ર