દુધઈ હાઈવે પર ઓવરબ્રિજનું ધોવાણ થતા મરંમત માટે પૂર્વ ધારાસભ્યએ માર્ગ મકાનમાં કરી રજૂઆત

રાપર : ભચાઉ -ભુજ વાયા દુધઈ હાઈવ પર નર્મદા કેનાલ પર બનેલા ઓવરબ્રિજ તેમજ બ્રિજની બન્ને બાજુએ થયેલ ધોવાણને કારણે મુખ્ય માર્ગ પર જર્જરિત બનેલા બ્રિજની તાત્કાલીક ધોરણે મરામત કરવા રાપર વિસ્તારના ધારાભ્યપંકજભાઈ મહેતાએ માર્ગ અને મકાન વિભાગના મુખ્ય અધિકારીને પત્ર પાઠવી રજુઆત કરી છે. રજુઆત કરતા શ્રી મહેતાએ જણાવ્યું હતુ કે, ઘણા સમયથી ભુજ-ભચાઉ હાઈવે પરનો ભચાઉ નજીકનો બ્રિજ તેમજ તેન્ની બન્ને બાજુની સાઈડ જર્જરિત થઈ જવાના કારણે પુલીયો નબળો પડી ગયેલો હોવાથી વાહન ચાલકો માટે અસલામત બનતો જાય છે. સતત વાહન વ્યવહારથી ધમધમતા આ માર્ગ પર બ્રિજની બિસ્માર હાલતને કારણે અકસ્માત જેવી કોઈ દુર્ધટના સર્જાય તે પહેલાં જ  પરિસ્થિતિની ગંભીરતા સમજી તાકિદે મરામત હાથ ધરવા શ્રી મહેતાએ અનુરોધ કર્યો હતો.