મુંબઈ : બોલીવુડની જાણિતી અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિલ્મી દુનિયામાં તો એક મુકામ પ્રાપ્ત કરી ચૂકી છે. હવે તે બિઝનેસની દુનિયામાં પણ પગલા માંડી રહી છે. દીપિકાએ એપિગેમિયા નામથી રોજિંદા ઉપયોગ લેવાતી વસ્તુઓ બનાવનાર કંપની ’ડ્રમ્સ ફૂડ ઇંટરનેશનલ’માં એક મોટું રોકાણ કર્યું છે. ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ કંપનીના એપિગેમિયા બ્રાંડથી ફ્લેવર્ડ યોગર્ડ, સ્મૂધી અને મિષ્ટી દહી ખૂબ પસંદ કરવામાં આવે છે. કંપનીના સહ-સંસ્થાપક રોહન મીરચંદાનીએ જણાવ્યું કે રોકાણના બદલામાં દીપિકાને કંપનીમાં ઇક્વિટી મળશે અને તે તેની બ્રાંડ એમ્બેસેડર પણ હશે.

એપિગેમિયાની પ્રોડક્ટ્‌સ ૧૦,૦૦૦થી વધુ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે આગામી બે વર્ષમાં ૨૫ શહેરોમાં ૫૦,૦૦૦ સ્ટોર્સમાં તેમની પ્રોડક્ટસ ઉપલબ્ધ થશે. એપિગેમિયાના ઉત્પાદન ઇ-કોમર્સ કંપની અમેઝોન, બિગ બાસ્કેટ પર પણ ઉપલબ્ધ છે. દીપિકા દ્વારા કરવામાં આવેલા રોકાણનો ઉપયોગ કંપની પોતાના ઉત્પાદનોના વિસ્તાર તથા નવા શહેરોમાં બિઝનેસની શરૂઆત કરવામાં કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here