દિવ્યાંકા ત્રિપાઠીને ’તારક મહેતા…’ શોના દયાબેનનો રોલ ઓફર કરવામાં આવ્યો

(જી.એન.એસ)મુંબઈ,અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠી હાલ ખતરોં કે ખિલાડીની ૧૧ મી સીઝનને લઈને ચર્ચામાં છે. આ શોનો એક પ્રોમો પણ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો, જેમાં દિવ્યાંકા મગરને ખોળામાં રાખી સુવડાવતી જોવા મળી હતી. દિવ્યાંકા આ પહેલા ઘણા ટીવી શોમાં જોવા મળી હતી અને તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. પરંતુ અભિનેત્રીએ લોકપ્રિય ટીવી શો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને નકારી દીધો હતો?દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેનો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે શો માટે ના પાડી હતી. દિવ્યાંકાને દયા જેઠાલાલ ગડાની ભૂમિકા નિભાવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેના માટે સહમત ન હતી.જો કે, તેણે કયા કારણોસર શોને ના પાડી હતી, તે હજી સુધી જાણી શકાયું નથી. દિશા વાકાણીએ ’તારક મહેતા’ શોમાં દયાબેનની ભૂમિકા ભજવી હતી. જો કે દિશાએ આ શો છોડી દીધો છે, પરંતુ ચાહકો આતુરતાપૂર્વક તેના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય દિવ્યાંકાએ ઘણા શોમાં કામ કર્યું છે જેમાં પુનર્વિવાહ, આજ કી હાઉસવાઈફ અને યે હૈ મહોબ્બતે સિરીયલનો સમાવેશ થાય છે.હવે દિવસોમાં દિવ્યાંકા ત્રિપાઠી ખતરો કે ખિલાડી ૧૧ માં જોવા મળશે. હાલમાં જ સામે આવેલા પ્રોમોમાં અભિનેત્રી તેના ખોળામાં મગર સાથે જોવા મળી હતી. જો કે જાણવા એમ પણ મળે છે કે દિવ્યાંકા ત્રિપાઠી શોમાંથી બહાર થઈ ચુકી છે તે ટોપ ૩ સુધી પહોંચી શકી નથી.દિવ્યાંકાએ દૂરદર્શનથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ તેને ઝી ટીવીના શો ’બનૂ મેં તેરી દુલ્હન’થી ઓળખ મળી હતી. પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા ’યે હૈ મહોબ્બતે’ના ઇશી માની ભૂમિકાથી મળી હતી.