દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાની ઠાકરે સરકારે નાગરિકોને અપીલ કરી

0
18

(એ.આર.એલ),મુંબઇ,મહારાષ્ટ્રની ઉદ્વવ ઠાકરે સરકારે સામાન્ય જનતાને અપીલ કરી છે કે દિવાળી પર ફટાકડા ફોંડવામાં આવે નહીં. આ સંદર્ભમાં મહારાષ્ટ્ર સરકારે દિશા નિર્દેશ જારી કર્યા છે.ઉદ્વવ ઠાકરેએ જનતાને કોરોનાના દિશા નિર્દેશ માનતા દિવાળી મનાવવાની વિનંતી કરી છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે વાયુ પ્રદુષણને રોકવા માટે દિવાળી પર ફટાકડા ફોંડવામાં ન આવે અને દીપ પ્રજવલિત કરીને જ દિવાળી મનાવવામાં આવે આ ઉપરાંત દિવાળીની ખરીદી દરમિયાન બજારોમાં વધુ ભીડ એકત્રિત ન કરવા તથા કોરોના નિયમોનું પાલન કરવાની પણ અપીલ કરી છે.એ યાદ રહે કે મહારાષ્ટ્ર પહેલા પંજાબ અને દિલ્હી સરકારે પણ દિવાળીના દિવસે ફટાકડાના ઉપયોગને લઇ દિશા નિર્દેશ જારી કર્યા છે.પંજાબની સરકારે ગ્રીન ફટાકડાને છોડી બાકી તમામ રીતના ફટાકડાના ઉત્પાદન સ્ટોક તથા વિતરણ અને સેલ પર રોક લગાવી દીધી છે. પંજાબમાં દિવાળીની સાંજે ૮થી૧૦ દરમિયાન અને ક્રિસમસ અને નવા વર્ષના દિવસે રાતે ૧૧.૫૫થી ૧૨.૩૦ કલાક સુધી ફકત ગ્રીન ફટાકડા ફોંડવાની મંજુરી આપી છે.જયારે દિલ્હી સરકારે તો દરેક પ્રકારના ફટાકડાના વેચાણ ભંડારણ અને ઉપયોગ પર પુરી રીતે રોક લગાવી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સપ્ટેમ્બરમાં જ જાહેરાત કરી દીધી હતી કે દિવાળી દરમિયાન દિલ્હીમાં ફટાકડા ફોંડવા પર પુરી રીતે પ્રતિબંધીત રહેશે દિલ્હી અને પંજાબ બાદ હવે મહારાષ્ટ્રે પણ જનતાને ફટાકડા નહીં ફોડવાની અપીલ કરી છે જો કે મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી