દિલ્હીમાં એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ મળતા ચકચાર મચી

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,દિલ્હીના રોહિણી વિસ્તારમાં ગુરૂવારે એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ મળવાથી વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. મરનારા ચારેય લોકો એક જ પરિવારના હતા. કહેવામાં આવી રહ્યું છે કે, એક વ્યક્તિનો મૃતદેહ ફાંસી પર લટકેલો મળ્યો.જ્યારે તેની પત્ની અને બે નાના બાળકોના મૃતદેહ એક રૂમના બેડ ઉપર મળ્યા હતા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પતિએ પહેલા પોતાની પત્ની અને બાળકોને માર્યા ઉતાર્યા પછી તે પોતે ફાંસીના ફંદે લટકી ગયો હતો.ઘટના સ્થળે પહોંચેલી પોલીસ તપાસ કરી રહી છે. કેસ સામે આવ્યા પછી વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાંસીથી લટકેલો વ્યક્તિનું નામ ધીરજ યાદવ છે. તે ૩૧ વર્ષનો હતો અને ડીટીસીમાં બસ ડ્રાઈવરના રૂપમાં કામ કરતો હતો. જ્યારે તેની ૨૮ વર્ષિય પત્નીનું નામ આરતી હતું. જ્યારે બાળકોમાં હિતેની ઉંમર ૬ વર્ષ અને અથર્વની ઉંમર માત્ર ત્રણ વર્ષ હતી.