દિલ્હીમાં આતંકી હુમલાની શક્યતા, ૧૫ ઓગસ્ટ સુધી એલર્ટ જાહેર

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,સ્વતંત્રતા દિવસના થોડા દિવસો પહેલા ગુપ્તચર એજન્સી દ્વારા દિલ્હી પોલીસને એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓ દિલ્હીમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. ખાસ કરીને હવાઈ હુમલો થવાની સંભાવના છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવે ડ્રોન સહિતની તમામ ઉડતી ચીજો પર પ્રતિબંધ મુક્યો છે. આ ચેતવણી બાદ, દિલ્હી પોલીસના તમામ જિલ્લા ડીસીપીને આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા સૂચના આપવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસને જાહેર કરાએલા એલર્ટ જાહેર કરી જણાવ્યું છે કે, ૫ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં આતંકવાદીઓ રાજધાનીની આસપાસ આતંકવાદી હુમલો કરી શકે છે. આ માટે સ્લીપર સેલનો પણ ઉપયોગ કરી શકે છે. એલર્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસને ખાસ કરીને ૧૫ ઓગસ્ટ સુધી એલર્ટ રહેવાની જરૂર છે. દિલ્હીના દરેક ખૂણા પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.દિલ્હી પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવ આતંકી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પહેલેથી જ તૈયારી કરી રહ્યા છે. ગત રવિવારની રાત્રે, તે પોતે દિલ્હીની સુરક્ષાનો હિસ્સો લેવા નીકળ્યા હતા. દિલ્હીની મુખ્ય ત્રણ સરહદો ઉપરાંત, તેમણે લાલ કિલ્લા અને સંસદ ભવનની નજીક સુરક્ષા વ્યવસ્થાઓનો સંપૂર્ણ તપાસ કરી હતી. પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, રાત્રે લગભગ ૩૦,૦૦૦ પોલીસકર્મીઓ ફરજ બજાવતા હતા. પોલીસ કમિશનર બાલાજી શ્રીવાસ્તવે સલામતીની દેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે, ખાસ કરીને લાલ કિલ્લાની આસપાસ, જ્યાં સ્વતંત્રતા દિવસનો કાર્યક્રમ યોજાવાનો છે.