દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ૮ લોકોના મોત

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,દેશમાં કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાઈરસના ૪ લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને અન્ય દેશોએ પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. દેશમાં ઓક્સિજનની મોટી માત્રામાં અછત જોવા મળી રહી છે. આ વાત જગજાહેર છે. દિલ્હી હાઈકોર્ટમાં આજે જ્યારે રાજ્યમાં ઓક્સિજનની અછત વિશે દલીલો ચાલતી હતી ત્યારે જ દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ૮ લોકોના ઓક્સિજનની અછતના કારણે મોત થયા છે. તેમાં એક ડોક્ટર પણ સામેલ છે. દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની કમીના કારણે ૮ લોકોના મોતની માહિતી હોસ્પિટલ પ્રશાસન દ્વારા જ આપવામાં આવી છે. હોસ્પિટલ અધિકારીએ એવું પણ જણાવ્યું છે કે, બત્રા હોસ્પિટલમાં મૃતકોમાં ગેસ્ટ્રોએન્ટોરોલોજી વિભાગના એચઓડી પણ સામેલ છે.જોકે બત્રા હોસ્પિટલને આ દરમિયાન ઓક્સિજનનો સપ્લાય પહોંચી ગયો હતો પરંતુ તેમાં ઘણી વાર થઈ હતી. હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને સમય સર ઓક્સિજન ના મળ્યો. અમારે બપોરે ૧૨ વાગે જ ઓક્સિજન પૂરો થઈ ગયો હતો અને અમને દોઢ વાગે સપ્લાય મળ્યો. અમે ૮ ના જીવ ગુમાવી દીધા. એમાં અમારા એક ડોક્ટર પણ હતા.દિલ્હીની બત્રા હોસ્પિટલે શનિવારે ઓક્સિજન ખતમ થવાના કારણે ૮ દર્દીઓના જીવ ગુમાવ્યા પછી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હોસ્પિટલ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, એક કલાક વધારે સમય સુધી ઓક્સિજનનો સપ્લાય નહતો. તેના કારણે ૮ કોરોના દર્દીઓના મોત થયા છે. હોસ્પિટલે કહ્યું કે, સવારે ૬ વાગ્યાથી ઈમરજન્સી હતી. હોસ્પિટવમાં ૩૦૭ દર્દી દાખલ હતા. તેમાંથી ૨૩૦ ઓક્સિજન સપોર્ટ પર હતા.હાઈકોર્ટે કહ્યું, દરેક લોકો થાકેલા છે. અમે પણ હવે થાકી ગયા છીએ. કોર્ટે કહ્યું, તમે ડોક્ટર્સ છો, તમારે તમારી નસ પારખવી જરૂરી છે. વ્યવસ્થા ઉભી કરવા માટે સમય આપો. જો તમે મેસેજ જ કરતા રહેશો તો બીજુ કામ કરતી વ્યક્તિ પણ તેમાં વ્યસ્ત થઈ જશે.