દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ થયા કોરોના સંક્રમિત

(જી.એન.એસ)મુંબઈ,થોડાક દિવસોથી કોરોના કેસોમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં બોલીવુડ કોરોનાથી બચી શક્યું નથી. તાજેતરમાં જ જ્યારે આમિર ખાન અને કાર્તિક આર્યનના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા છે ત્યારે હવે સમાચાર આવ્યા છે કે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ પણ કોરોનાથી સંક્રમિત છે.પરેશ રાવલે કહ્યું, તેમને કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. તેમણે ટિ્‌વટર દ્વારા પોતાને ચેપ લાગવાની માહિતી આપી હતી અને તેમની સાથે સંપર્કમાં રહેલા લોકોને તપાસ કરવા અપીલ કરી હતી.પરેશ રાવલે ટ્‌વીટ કરી કહ્યું, ‘દુર્ભાગ્યવશ, મને કોરોના વાયરસની ચપેટમાં આવી ગયો છું. છેલ્લા દસ દિવસમાં, મારી સાથે સંપર્ક કરનારા બધાને તપાસ કરાવવા વિનંતી કરું છું.૬૫ વર્ષીય અભિનેતા પરેશ રાવલે ૯ મી માર્ચે એન્ટી કોવિડ -૧૯ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. રસી લીધા પછી પણ તેણે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરતી વખતે માહિતી આપી હતી.