અંજાર : તાલુકાના ઝરૂ ગામના શખ્સને દારૂ પીવાના કેસમાં એક વર્ષની સજા તથા રૂપિયા પ૦૦નો દંડ ચૂકવવા અંજાર કોર્ટ દ્વારા હુકમ કરાયો છે. આ કેસની વધુ વિગત મુજબ અંજાર પોલીસ સ્ટેશના લોકો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આઈમાતા હોટલ અંજાર ખાતે આ કામના આરોપી જેરામ સવાભાઈ રબારી (રહે. ઝરૂવાળા) કેફી પીણુ પીધેલી હાલતમાં મળી આવતા તેમની મેડિકલ તપાસણી કરાતા કેફી પદાર્થનું સેવન કર્યું હોવાનું માલુમ પડતા અંજાર પોલીસે આરોપી જેરામ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આ કેસ અંજાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ હિતેશ ચૌધરીની દલીલો ગ્રાહય રાખી અંજારના એડિશનલ જયુ.મેજિસ્ટરે આરોપી જેરામભાઈને એક વર્ષની કેદ તથા રૂા.પ૦૦નો દંડ, ત્રણમાસની કેદ તથા રૂા.ર૦૦ દંડની સજા કરતો હુકમ કર્યો હતો.